2010ના યાદગાર લગ્ન

વેબ દુનિયા|

N.D
સાનિયા-શોએબ લગ્ન

તમામ જો ને તો, વિવાદો અને લાંબી કાયદાકીય કાર્યવાહીને પાછળ છોડતા પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક અને ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા એપ્રિલ 2010માં કાયમ માટે એકબીજાના થઈ ગયા. બંનેની મુલાકાત દુબઈમાં થઈ હતી. જો કે આ પહેલા સાનિયાએ પોતાના ખાસ મિત્ર સોહરાબ મિર્જા સાથે લગ્ન કરવાની તૈયારીમાં હતી. પરંતુ જાન્યુઆરીમાં જ બંનેનો સંબંધ તૂટવાના સમાચારોએ લોકોએન ચોંકાવી દીધા. આ પહેલા સાનિયાનુ નામ શાહિદ કપૂર અને મહેશ ભૂપતિ સાથે પણ જોડાયુ હતુ.
શોએબ મલિક અને સાનિયા મિર્જાના લગ્ન દરમિયાન અનેક મુશ્કેલીઓ બધી બાજુએથી આવી, પરંતુ લાલ પોશાકમાં સજેલી દુલ્હન સાનિયા અને કાળી શેરવાનીમાં કોઈ રાજકુમાર જેવા લાગી રહેલ શોએબ મલિકે હૈદરાબાદના તાજ કૃષ્ણા હોટલમાં કાજી પરિવારવાળા, થોડાક નિકટના સંબંધીઓ અને મિત્રોની હાજરીમા એકબીજાને સાત જનમ માટે કબૂલ કર્યા.

N.D
ધોની થયા સાક્ષીના
દેશની લાખો યુવતીઓની ધડકન ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ પરિવારના સભ્યો અને નિકટના મિત્રોની હાજરીમાં ચાર જુલાઈના રોજ દેહરાદૂનમાં ખૂબ જ ખાનગી કાર્યક્રમમાં બળપણની મિત્ર સાક્ષી રાવત સાથે લગ્ન કરી લીધા. કોઈ પરી-કથા ની જેમ સામે આવેલ ભારતીય ક્રિકેટના નાયક બનેલ ધોની યાની માહીએ પોતાના 29માં જન્મદિવસના ત્રણ દિવસ પહેલા પોતાની 23 વર્ષીય મિત્ર સાક્ષીને પોતાની જીવનસંગી બનાવી. લગ્નને ખૂબ જ ગુપ્ત રાખવામાં આવ્યુ અને સમગ્ર કાર્યક્રમ દેહરાદૂનના જંગલો વચ્ચે વિશ્રાંતિ ફાર્મહાઉસમાં સંપન્ન થયુ.
વિવેક ઓબેરોયના લગ્ન

બેંગલૂરમાં 29 ઓક્ટોબરના રોજ બોલીવુડ સ્ટાર વિવેક ઓબેરોય અને પ્રબંધનમાં સ્નાતક પ્રિયંકા અલ્વા લગ્નના પવિત્ર બંધનમાં બંધાય ગયા. લગ્નના સમારંભમાં પરંપરાગત પંજાબી ટચ અને તટીય કર્ણાટકની સાંસ્કૃતિક સુંદરતા જોવા મળી. પ્રિયંકા કર્ણાટકના પૂર્વ મંત્રી દિવંગત જીવરાજ અલ્વા અને પ્રખ્યાત નૃત્યાંગના નંદિનીની પુત્રી છે.
રાહુલ મહાજનનો સ્વંયવર

આ વર્ષે રાહુલ મહાજન અને ડિમ્પીનો વિવાહ પણ ચર્ચામાં રહ્યો. રાહુલ મહાજને છ માર્ચ 2010ના રોજ એક રિયાલીટી શો માં પશ્ચિમ બંગાળની 21 વર્ષીય ડિમ્પી સાથે લગ્ન કરી લીધા. આ રિયાલીટી શો માં બતાવવામાં આવેલ સ્વયંવરમાં રાહુલ સાથે લગ્ન માટે 16,500 અરજી આવી હતી.
રાહુલે ઘણી છોકરીઓની પરીક્ષા લીધી અને ડિમ્પી સાથે લગ્ન કર્યા. પરંતુ ટૂક સમયમાં જ આ જોડી વચ્ચે તકરારની વાતો સામે આવી. ડિમ્પીએ રાહુલ પર મારપીટનો આરોપ લગાવતા જુલાઈના અંતિમ અઠવાડિયામાં રાહુલનુ ઘર છોડી દીધુ. ટૂંક સમયમાં જ બન્ને વચ્ચે સુમેળ થઈ ગયો અને ડિમ્પી પાછી આવી ગઈ.

સારા-અલીના વિવાદાસ્પદ લગ્ન
એક વિવાહ કલર્સ ચેનલ પર પ્રસારિત રિયાલીટી ધારવાહિક 'બિગ બોસ' માં પણ થયો, અને તેને લઈને વિવાદ પણ થયો. એક પ્રતિભાગી સારા ખાનનુ તેના પ્રેમી અલી મર્ચંટ સાથે લગ્ન થયુ. નાના પડદાં પર લગ્નમાં અલીના માતાપિતા અને સાંરાના મામા હાજર હતા. પરંતુ પાછળથી સાંરાના પિતાએ કહ્યુ કે તેમની પુત્રી અને અલીના લગ્ન એક વર્ષ પહેલા જ થઈ ચૂક્યા હતા.


આ પણ વાંચો :