- ધર્મ
» - નવરાત્રોત્સવ
» - ગુજરાતી આરતી-ગરબા
મારી શેરીએથી કાનકુંવર...
મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ,મુખેથી મોરલી બજાવતા રે લોલ.હું તો ઝબકીને જોવા નીસરી રે લોલઓઢણ અંબર વીસરી રે લોલ.હું તો પાણીડાંની મસે જોવા નીસરી રે લોલ,ઇંઢોણી ને પાટલી વીસરી રે લોલ.સાગ રે સીસમની મારી વેલડી રે લોલનવલે સુતારે ઘડી પીંજણી રે લોલ.મેં તો ઘોળો ને ઘમળો બે જોડિયા રે લોલજઇ અને અમરાપરમાંમાં છોડિયા રે લોલઅમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલમેં તો જાણ્યું ક એ હરિ અહીં વસે રે લોલમેં તો દૂધ ને સાકરનો શીરો ક્ર્યો રે લોલત્રાંબાના ત્રાંસમાં ટાઢો કર્યો રે લોલહું તો જમવા બેઠી ને જીવણ સાંભર્યા રે લોલકંઠેથી કોળિયો ન ઊતર્યો રે લોલમને કોઇ તો દેખાડો દીનાનાથને રે લોલકોળિયો ભરાવું જમણા હાથનો રે લોલહું તો ગોંદરે તે ગાવડીને છોડતી રે લોલચારેય દિશે તે નજર ફેરતી રે લોલમેંતો છેટેથી છેલવર દેખિયા રે લોલહરિને દેખીને ઘૂંઘટ ખોલિયા રે લોલમારી શેરીએ તે કાનકુંવર આવતા રે લોલમીઠી તે મોરલી વગાડતા રે લોલ