રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી આરતી સંગ્રહ
Written By
Last Modified: ગુરુવાર, 28 જુલાઈ 2022 (13:25 IST)

Dashama Ni Aarti - દશામાંની આરતી

મંગલ દિવડા મંગલ જ્યોતિ મંગલકારી આરતી
મંગલ દિવડા મંગલ જ્યોતિ મંગલકારી આરતી
દશામાની આરતી 
ઝગમગ દીવડાની દશામાંની આરતી | 
 
 
દશામાંની આરતી 2 
હે ખમ્મા ખમ્મા હો દશા માત માંડી હુ તો પ્રેમે ઉતારૂ તારી આરતી તે 
હા શક્તિ સ્વરૂપે તારો વાસ માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
ખમ્મા ખમ્મા હો દશા માત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
 
હે દરિયાદીલની માંડી તારો મહિમા અપરમ પાર છે
તારો પાલવ જલે એનો પલમાં બેડો પાર છે
 
હે દરિયાદીલની માંડી તારો મહિમા અપરમ પાર છે
તારો પાલવ જલે એનો પલમાં બેડો પાર છે
 
તારા ચરણોનો હું તો દાસ માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
ખમ્મા ખમ્મા હો દશામાંત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
 
હા નિર્ધનને ધનવૈભવ દેતી દેતી સુખ ભંડાર રે
વંશતણી તું વેલ વધારે પુત્રને પરિવાર રે
હો નિર્ધનને ધનવૈભવ દેતી દેતી સુખ ભંડાર રે
વંશતણી તું વેલ વધારે પુત્રને પરિવાર રે
સૌના મનડાની પુરો આશ માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
હે ખમ્મા ખમ્મા હો દશામાંત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
 
હે તારા દર્શન કરતા માંડી પાપી પાવન થાઈ છે
ભાવે તારી ભક્તિ કરતા આંનદ મંગલ થાઈ છે
 હે તારા દર્શન કરતા માંડી પાપી પાવન થાઈ છે
ભાવે તારી ભક્તિ કરતા આંનદ મંગલ થાઈ છે
ભક્તોને પુરો છે વિશ્વાશ માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
હે ખમ્મા ખમ્મા હો દશામાંત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
 
હે આંખે આશુ ઢાળી માંડી કરતો દિલની વાત રે
મનમાં તારૂ ધ્યાન ધરીને કરતો પુજાપાટ રે
હે આંખે આશુ ઢાળી માંડી કરતો દિલની વાત રે
મનમાં તારૂ ધ્યાન ધરીને કરતો પુજાપાટ રે
એને ના કરતી તું નિરાશ માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
 
હો  ખમ્મા ખમ્મા હો અંબેમાંત માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે
હે માંડી હું તો હેતે ઉતારૂ તારી આરતી રે
હે માંડી હું તો પ્રેમે ઉતારૂ તારી આરતી રે 
 
 
 
 
દશામાંની આરતી 3 
હે મારી દશામાં તો દસમો છે અવતાર
હે માડી મારો કરજે તું ભવ પાર
હે માડી મારો કરજે તું ભવ પાર
 
હે માડી હરખે આરતી ઉતારૂં આજ
હે માડી મારી રાખજે તું માં લાજ
 
હો દિવા રે જળહરતા ને ઢોલ નગારા વાગતા
હો દિવા રે જળહરતા ને ઢોલ નગારા વાગતા
 
હે મારી દશામાં તો દસમો છે અવતાર
હે માડી મારો કરજે તું ભવ પાર
હે માડી મારો કરજે તું ભવ પાર
 
હો ગુગળ દશાંગના ધુપ રે ધમકતા
બત્રીસા ધુપે રૂડા મંદિર મહેકતા
હો ગુગળ દશાંગના ધુપ રે ધમકતા
બત્રીસા ધુપે રૂડા મંદિર મહેકતા
 
હે અમારા હૈયા રે બહુ હરખાય
મારી દશામાંની આરતી રે લોલ
મારી દશામાંની આરતી રે લોલ
 
હો સુરજના તેજ જેવા મુખ રે ચમકતા
સોનાના મુગટ ઉપર હીરલા રે શોભતા
હો સુરજના તેજ જેવા મુખ રે ચમકતા
સોનાના મુગટ ઉપર હીરલા રે શોભતા
 
હે મારી દશામાં તો દસમો છે અવતાર
હે માડી મારો કરજે તું ભવ પાર
હે માડી મારો કરજે તું ભવ પાર
 
હો શિખર મંદિરના આભે અડકતા
ધોળી ધજાને માથે મોરલા ટહુકતા
હો શિખર મંદિરના આભે અડકતા
ધોળી ધજાને માથે મોરલા ટહુકતા
 
હે માં હરખે તારી આરતી ઉતારૂં આજ
હે માડી મારી રાખજે તું માં લાજ
હે માડી મારી રાખજે તું માં લાજ
 
હો દિન દુઃખીયા તમારી પારે રે આવતા
મનની મુરાદો તમે પુરી રે કરતા
હો દિન દુઃખીયા તમારી પારે રે આવતા
મનની મુરાદો તમે પુરી રે કરતા
 
હે મારી દશામાં તો દસમો છે અવતાર
હે માડી મારો કરજે તું ભવ પાર
હે માડી મારો કરજે તું ભવ પાર
 
હે અમારા પરિવારનું માં ને રે બાપ છે
મારી માતા તો હાજરા હજુર છે
હે અમારા પરિવારનું માં ને રે બાપ છે
મારી માતા તો હાજરા હજુર છે
 
હે મારી દશામાં તો દસમો છે અવતાર
હે માડી મારો કરજે તું ભવ પાર
હે માડી મારો કરજે તું ભવ પાર
હે માડી મારો કરજે તું ભવ પાર
દશામાંની આરતી 2