દરેક પ્રસંગે શોભતી સાડી...


 
 
સાડી એક એવો પરિધાન છે જે દરેક ઉંમર તેમજ કદ અને કાઠીની મહિલા પર શોભે છે. કેટલાયે પરિધાન આવ્યાં અને ગયાં પરંતુ સાડી એક એવો પરિધાન છે જે અત્યાર સુધી સચવાયેલ છે. ભારતીય સંસ્કૃતિમાં સાદગી અને સુંદરતાની પ્રતિક સાડીઓ આજે પણ ફેશન સ્ટેટમેંટ બનેલી છે જેને હોટ અને ગ્લેમરસ લુક મેળવવા માટે પહેરવામાં આવે છે.

તમે પણ જો હોટ અને ગ્લેમરસ દેખાવા માંગાવા હોય તો તમારો સાડી પહેરવાનો અંદાજ બદલી દો. આપણા દેશની અંદર અલગ અલગ અવસરો પર અલગ અલગ પ્રકારની સાડીઓ પહેરવામાં આવે છે તો આવો જાણીએ કે સાડીઓનું કલેક્શન કેવું હોવું જોઈએ-

ઓફીસમાં કોટનની સાડી :
કોટનની સાડી સદાબહાર સાડીઓની શ્રેણીમાં આવે છે. આ ઓફીસમાં પહેરી શકાય તેવો પરિધાન છે. આ પરિધાન એક એલિગેટ લુક આપે છે. કોટનની સાડી પહેરવી હોય તો તેની શરત તે છે કે તમને આ સાડી પહેરવાની રીત આવડવી જોઈએ કેમકે જો કોટનની સાડી પહેરવાની રીત નહી આવડતી હોય તો તે તમને પાતળામાંથી જાડા બનાવી દે છે.

આપે છે રિચ લુક :
સિલ્કની સાડી રિચ આપવામાં સૌથી સારી હોય છે. આ સાડીને તમે ઓફીસમાં અને કોઈ પ્રસંગે પણ પહેરી શકો છો. ઓફીસ માટે માત્ર બોર્ડરવાળી સિલ્કની સાડી પસંદ કરો અને પાર્ટી તેમજ કોઈ પ્રસંગ માટે એમ્રોડરીવાળી સિલ્કની સાડી ખરીદો.

લગ્ન-વિવાહ માટે બનારસી સાડી :
લગ્ન-વિવાહ જેવા શુભ પ્રસંગે ડાર્ક રંગની સાડીઓ ખુબ જ સુંદર લાગે છે તેથી આવા પ્રસંગે બનારસી અને કાંજીવરમની સાડીઓ સૌથી સારી દેખાય છે.

જો તમે પાતળા હોય તો :
જો તમે પાતળા હોય તો તમારા પર મોટા મોટા ફુલવાળી સાડી ખુબ જ શોભશે. આનાથી તમારૂ શરીર ભરેલુ લાગશે અને સાડીની અંદર તમારૂ આકર્ષક વ્યક્તિત્વ દેખાશે. જાર્જેટ અને સિલ્કની સાડીઓ પણ તમારા આકર્ષક વ્યક્તિત્વ માટે ખુબ જ જરૂરી છે.

જો તમે જાડા હોય તો :
જાડાપણું દરેક મહિલાઓ માટે એક સામાન્ય સમસ્યા છે છતાં પણ ઘણી મહિલાઓ આનાથી હેરાન હોય છે. જાડા લોકોએ કપડાના સિલેક્શન પર વધારે ધ્યાન આપવું જોઈએ. જો તમે વધારે જાડા હોય અને તમારૂ વજન વધારે હોય તો તમારે નાની પ્રિંટવાળી ડિઝાઈનની પસંદગી કરવી જોઈએ.


આ પણ વાંચો :