બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય લેખ
Written By વેબ દુનિયા|

Beauty tips- જતી ઉંમરને થામી લો

દરેક ઉંમરની સ્ત્રીને સપનું હોય છે કે તે સુંદર દેખાય. તેના માટે તે ઘણાં બધાં નુસ્ખા પણ અજમાવતી હોય છે તો અમે પણ વધતી જતી ઉંમરને રોકી લેવા માટે અને તેને વધારે સુંદર દેખાવા માટે અહી ં કેટલાક નુસખા આપ્યા છે તો અજમાવી જુઓ તેને.

30-40 વર્ષની ઉંમર માટે-

1. ત્વચાને દરરોજ ક્લીંસીંગ મિલ્કથી સાફ કરો. આનાથી તમારા ચહેરા પર જામેલી દિવસભરની ગંદકી નીકળી જશે તેમજ ત્વચાના રોમછિદ્રો પણ ખુલી જશે.

2. ચહેરા પર ચમક જાળવી રાખવા માટે દરરોજ મોઈશ્ચરાઈઝરનો પ્રયોગ કરો.

3. ચહેરા પર મેકઅપનો પ્રયોગ ઓછો કરો. અઠવાડિયામાં એક વખત ત્વચામાં કસાવ લાવવા માટે મુલતાની માટીનો પ્રયોગ કરો.

5. મહિનામાં એક વખત ફેશિયલ જરૂરી કરાવો.

6. ત્વચાની સુંદરતાને જાળવી રાખવા માટે દિવસમાં ઓછામાં ઓછું એક ગ્લાસ પાણી અવશ્ય પીવો. ફળ શાકભાજીનું ભરપુર માત્રામાં સેવન કરો.

40થી 50 વર્ષની ઉંમર

1. બદામના તેલથી ચહેરાની માલિશ કરો.

2. ઈંડાની સફેદી ચહેરા પર લગાવો અને તેને 10-15 મિનિટ સુધી રહેવા દઈને નવાયા પાણીથી ચહેરાને ધોઈ લો. આનાથી તમારી ત્વચામાં કસાવટ આવશે.

3. આ ઉંમરમાં મહિલાઓ પ્રી મેનોપોઝના લક્ષણથી ગ્રસ્ત થાય છે. આનાથી ત્વચામાં સુકાપણું ઉત્પન્ન થાય છે. તેથી ત્વચાની અંદર નમી જાળવી રાખવા માટે નિયમિત રૂપે મોઈશ્ચરાઈઝરનો પ્રયોગ કરો.

4. અઠવાડિયામાં એક વખત ફેશિયલ કરાવો. આનાથી ત્વચના રોમછીદ્રો ખુલી જશે અને ચહેરાની રંગત બદલાઈ જશે.

5. નિયમિત યોગાભ્યાસ અને વ્યાયામ તમારી ત્વચાને સ્વસ્થ અને સુંદર બનાવવા માટે જરૂરી છે.

6. સૂર્યની અલ્ટ્રાવાયલટ કિરણોથી ત્વચાને બચાવો કેમકે તેનાથી ત્વચા કરમાઈ જાય છે તેથી સન સ્ક્રિન લોશનનો પ્રયોગ કરો.

50થી વધારે ઉંમર

50 વર્ષની ઉંમર સુધી પહોચતાં પહોચતાં તો ઘણી મહિલાઓ નાની અને દાદી બની જાય છે તો તમારે જો નાની અને દાદી જેવા ન દેખાવું હોય તો તમારી ત્વચાની સંભાળ રાખો અને નીચે આપેલ નુસ્ખાને અજમાવી જુઓ.

1. ત્વચાને નવજીવન આપવા માટે આખા શરીરે જૈતુન અને બદામના તેલની માલિશ કરો.

2. ત્વચાની અંદર કસાવટ લાવવા માટે ઈંડાની સફેદીમાં બે ચમચી મધ કે મુલતાની માટી ભેળવીને ચહેરા પર લગાવો.

3. ઈંડાની સફેદીમાં બે ચમચી દૂધનો પાવડર ભેળવીને લગાવો. થોડીક જ ક્ષણોમાં તમારી ત્વચા મુલાયમ અને સુંદર દેખાવા લાગશે.

4. નિયમિત યોગ અને ધ્યાન કરો.

5. તાજા ફળ અને શાકભાજીનું વધારે પ્રમાણમાં સેવન કરો.

ઉંમર ભલે ગમે તેટલી હોય પરંતુ ત્વચાની સરખી રીતે સાર-સંભાળ કરવી જરૂરી છે. તડકો, ગરમી, પ્રદૂષણ વગેરેથી ત્વચાને બચાવો. ભોજનની અંદર તળેલા પદાર્થનો ઉપયોગ ઓછો કરીને પોષક તત્વોનો પ્રયોગ વધારે કરો.