ચહેરાની કાળજી રાખવી જરૂરી

face pack

ચહેરો આપણી ઉંમરનો અરીસો હોય છે. ઘણી વખત થોડીક બેજવાબદારીથી ચાંદ જેવો ચહેરો કરમાઈ જાય છે. આજે બહુરાષ્ટ્રીય કંપનીઓ સુંદરતાને જાળવી રાખવા માટેના પોતાની જાહેરાતોની ખુબ જ લોભામણી એડ આપે છે. પરંતુ આ ઉત્પાદન સુંદરતા વધારવાની જગ્યાએ નુકશાન કરે છે. કેમકે તેની અંદર ઘણી પ્રકારના રસાયણિક તત્વો મળેલા હોય છે. તો બને ત્યાર સુધી પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીને ત્વચાને મુલાયમ અને સુંદર બનાવો.
N.D
સુંદરતા જાળવી રાખવા માટે સૌ પ્રથમ ચહેરાની સફાઈનું ધ્યાન રાખો. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત કોઈ સારા તેલથી કે ક્રીમ વડે માલિશ કરવી. ત્યાર બાદ પોતાની પસંદનું ઉબટન જે હળદર, દૂધ, મલાઈ અને ફળોના રસથી તૈયાર કરેલું હોય તે લગાવો. તેને 15-20 મિનિટ રાખ્યા બાદ સ્નાન કરી લો. સાબુનો પ્રયોગ કરવાનું બની શકે ત્યાર સુધી ટાળો.

સંતુલિત આહાર લો. તેમાં તમે ફળ, સલાડ, જ્યુસ, અંકુરિત અનાજ, છોતરાવાળી દાળ, વગેરેનો સમાવેશ કરો. દિવસ દરમિયાન 10થી 2 ગ્લાસ પાણી પીવો. ખાવામાં ચરબીવાળા ખોરાક તેમજ મસાલાવાળી વસ્તુઓનો ઉપયોગ ઓછો કરો.

ત્વચાની સુંદરતા વધારવા માટે વ્યાયામ પણ ખુબ જ જરૂરી છે. આનાથી શરીરની અંદર લોહીનું પરિભ્રમણ તીવ્ર ગતિથી થાય છે. શ્વાસની ગતિ ઝડપી હોવાથી ફેંફસાઓનો પુરતા પ્રમાણમાં ઓક્સીજન મળી રહેશે. આનાથી ત્વચામાં તાજગી આવે છે અને ત્વચા સુંદર દેખાય છે.

તણાવ ત્વચાનો સૌથી મોટો દુશ્મન છે. આના દુષ્પ્રભાવને લીધે ચહેરો થાકેલો લાગે છે. તણાવમુક્ત રહીને ચહેરાને સ્વસ્થ્ય અને તેજસ્વી બનાવી રાખો.

ઉંઘ ઓછી ન કરવી : ત્વચાની તંદુરસ્તી માટે ભરપુર ઉંઘ લેવી જરૂરી છે. આની ઉણપથી ત્વચા પર કરચીલો પડી જાય છે.


આ પણ વાંચો :