બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય લેખ
Written By

આંખો નીચે કાળા ડાધનુ અંધારુ કેમ ?

ચેહરાની સુંદરતામાં ખલેલ નાખનારા મોટા ખલનાયકોમાં આંખો નીચે કાળા ધેરાનો સમાવેશ પણ થાય છે. મોટાભાગે તેને વધતી વયે આ અસર કે ઉંધ પૂરી ન થવાના પરિણામ માની લેવામાં આવે છે. ઘણા લોકો તો આને વંશાનુગાત બીમારી સમજીને હાર માની લે છે. સાચી વાત તો એ છે કે કાળા ઘેરા ઘણા કારણોસર હોઈ શકે છે. જેમા લોહીનુ પ્રમાણ નબળુ હોવુ એ મુખ્ય છે. જેના સિવાય લોહીમાં હિમોગ્લોબિનનુ સ્તર ઓછુ હોવાથી પણ આંખોના નીચે ઘેરા બની જાય છે.

આંખોની આસપાસ લોહીની એકદમ સૂક્ષ્મ નલિકાઓમા વહે છે. જેમાથી પસાર થતી લાલ રક્ત કોશિકાઓ ક્યારેક રસ્તો ભટકીને બહાર આવી જાય છે. આ ભગોડી કોશિકાઓને રોકવા માટે શરીર કેટલાક એંજાઈમ્સનો સ્ત્રાવ કરે છે. જ્યારે તેમા હાજર હિમોગ્લોબિન નુ વિખંડન થાય છે ત્યારે બચેલો પદાર્થ ઘેરા કાળા નીલા રંગનો હોય છે. આ રંગ તમારી આંખો નીચે આવીને તમારી રક્ત કણિકાઓના સ્ત્રાવની ચાડી કરે છે.