આજના આધુનિક યુગમાં આધુનિક યુવતીઓ પોતાના સૌંદર્યનો નીખાર કરવાની વર્ષોની પરંપરાગત ગણાતી વસ્તુઓનો ત્યાગ કરીને બિનપરંપરાગત વસ્તુઓનો સ્વીકાર કરવા લાગી છે.
બિનપરંપરાગત આઇશેડોમાં ડાર્ક પર્પલ, બ્લુ ગ્રીન, આંખો માટેના પ્લમ, બ્રોન્ઝ, અને ક્રિમ કલરના આઇશેડો જેવા ઓફબીટ કલરનો ઉપયોગ સામાન્ય થઇ ગયો છે.
મસ્કરામાં પણ પરંપરાગત પ્રણાલીને ત્યજી દેવામાં આવી છે. પરંપરાગત બ્લેક-બ્રાઉન કલરના સ્થાને ગ્રીન અને બ્લુ કલર નો પ્રવેશ થઇ ગયો છે.
પરિવર્તન સંસારનો નિયમ છે. જેવી રીતે આવશ્યકતાઓ અને રૂચિ સમયાંતરે બદલાય છે. તેવીજ રીતે ફેશન જગતમાં પણ સતત પરિવર્તન આવે છે.
આજના ફેશન જગતમાં મેટ ફિનીશ અને કેજ્યુઅલ લુક મેકઅપ વર્ષો જુના લાગે છે. વિરોધી કલરની ફેશન જુની થઇ ગઇ છે. આજની યુવતીઓને સોફ્ટ કલર, પિંક અને બ્રાઉન શેડ પસંદ આવતા નથી. તેમના રંગોનું ગણીત બદલાઇ રહ્યું છે.
બિનપરંપરાગત મેકઅપ દિવસે-દિવસે લોકપ્રિય બનતો જાય છે.