મંગળવાર, 16 ડિસેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

ઉનાળામાં થતી સૌદર્ય સમસ્યાનો ઉપાય

સનબર્ન
N.D
સનબર્ન - ઉનાળામાં બપોરે 12 થી 4નો દરમિયાનનો તડકો સ્કીનને દઝાદનારો હોય છે, જેનાથી સનબર્ન જેવી સમસ્યાઓ ઉભી થાય છે.

સનબર્ન માટે ખીરાને છોલીંન્ર તેને છીણી-નીચોવી તેનો રસ કાઢી લો, તેમા અડધી ચમચી ગ્લીસરીન અને અડધી ચમચી ગુલાબજળ મિક્સ કરી ચહેરો, ગરદન અને હાથ પર લગાડી થોડીવાર પછી ઠંડા પાણીથી ધોઈ નાખવુ.

આંખો નીચેના ડાર્ક સર્કલ દૂર કરવા - ખીરાને અને કાચા બટાકાને છોલીને તેને છીણી તેનો રસ કાઢી લો. આ રસને ફ્રીજમાં ઠંડો થવા મુકો. આ રસમાં કોટન પેડ્સ ડુબાવે પાંપણ પર 15-20 મિનિટ માટે રાખો. હવે આંખોને ઠંડા પાણીથી ધોઈ નાખો.

ચહેરા માટે - ગરમીમા ચહેરો કરમાઈ જાય છે, તેની પર ગ્લો લાવવા માટે મધમાં ગ્લીસરીન અને ઈંડાનો સફેદ ભાગ મિક્સ કરી ચહેરા પર લગાવવો. જ્યારે આ માસ્ક સુકાય જાય ત્યારે તેને ઘસીને હળવે હાથે ધોઈ નાખો.

હાથ માટે - ગરમીમા આપણા હાથ વધુ ખુલ્લા રહે છે તેથી હાથનો રંગ ડાર્ક થઈ જાય છે. આ માટે ચંદનના પાવડરમાં ગુલાબજળ અને મુલતાની માટી મિક્સ કરી તેનુ પેસ્ટ બનાવો અને દાઝેલી ત્વચા લગાવો આ પેસ્ટ લગાડવાથી કાળી પડેલી ત્વચા સમાન્ય થાય છે.