લાંબા કાળા વાળ માટે કંડીશનર

વેબ દુનિયા|

N.D
દરેકને લાંબા અને ઘટ્ટ વાળ ખૂબ ગમે છે. પોતાના વાળને ચમકાવવા માટે લોકો બજારના મોંધા મોંધા કંડીશનરનો પ્રયોગ કરે છે. તેનાથી તમને ફાયદો ન થયો હોય તો અહી આપેલ એક સહેલી અને સરળ વિધિને અપનાવો અને તમારા વાળને ચમકાવો.

આ રીત એકદમ સરળ અને સહેલાઈથી ઘરે બેસીને તૈયાર કરી શકો છો. આ આયુર્વૈદિક ડીપ કંડીશનરનો પ્રયોગ 20 દિવસમાં એકવાર કરો.

અડધી વાટકી ગ્રીન મેહંદી પાવડર લઈને તેમા ગાયનુ ગરમ દૂધ નાખી પાતળો લેપ તૈયાર કરો. આ લેપમાં એક મોટી ચમચી આયુવૈદિક હેયર ઓઈલ નાખો. આને સારી રીતે મિક્સ કરી લો. જ્યારે આ લેપ ઠંડો થઈ જાય ત્યારે વાળની જડોમાં લગાવો. 20 મિનિટ છોડીને આયુવૈદિક શૈપૂ પાણીમાં મિક્સ કરીને વાળને ધોઈ લો. આ ડીપ દ્વારા તમારા વાળને પોષણ ઉપરાંત તેમને બાઉંસ પણ મળશે.


આ પણ વાંચો :