શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

લગ્નના એક મહીના પહેલા સૌંદર્ય નિખારવાના ઉપાય

1.ક્લીંજિંગ , ટોનિંગ અને માઈશ્ચરાઈજિંગને તમારા સ્કીન કેયર રૂટીનમાં શામેલ કરો. 
 
2. તમારી સ્કીન અને હેયર પ્રોબ્લેમ્બસ  માટે સ્કિન એક્સપર્ટને  મળીને સલાહ લો. 
3. તમારા બ્યૂટીશિયન પાસેથી  રેગ્યુલર સ્કિન ટ્રીટમેંટ અને ફેશિયલના શેયડયુલ નક્કી કરી લો . 
 
4. અઠવાડિયામાં એક વાર સ્ક્રબ કરો. જેથી મૃત ત્વચામાંથી છુટકારો મળે અને ચેહરા પર નજર આવે હેલ્દી ચમક 
 
5. રાત્રે સૂતા પહેલા મિલ્ક પાવડર કે દૂધ ચેહરા પર લગાડો. આ પણ ક્લીંજરનું પણ કામ કરે છે. 

6. લીંબૂનો રસ અને કાચુ દૂધ મિક્સ કરી રોજ રાત્રે સૂતા પહેલા ચેહરા પર લગાવો. આવું અઠવાડિયામાં ત્રણ વાર કરો. આ એસ્ટ્રિજેંટનું  કામ કરે છે અને આનાથી કોમ્લેક્સનમાં નિખાર પણ આવે છે. 
 
7. બ્યૂટી ડાયટ લો એટલી કે એવી ડાયટ લો જેમાં સુંદરતા  નિખરે. સુપર ફૂડ જેમ કે બેરીજ અને એવોકેડાને તમારા ડાયેટમાં શામેલ કરો. વિટામિન" ઈ " રિચ ફૂડ લો અને પછી વિટામિન ઈ સપ્લીમેંટ લો. આવુ કરવાથી ત્વચા ખૂબસૂરત બનશે.

8. ડિટાક્સ ડાયટ પ્લાન કરો. સલાદ ફળ ખાવો. ખૂબ પાણી પીવો. આથી તમારા વજન તો ઓછું થશે જ , ડિટાક્સિફિકેશન પણ થશે. જેનાથી ત્વચા પર ગ્લો આવશે. 
 
9.  જ્યારે પણ સમય મળે, બટાટાની સ્લાઈસ કાપીને ચહેરા પર રબ કરી લો. આ નેચરલ બ્લીચનું કામ કરે છે. જેથી કોમ્લેક્શનમાં નિખાર આવે છે. 
 
10. તમારા હેયર સ્પા અને બ્યૂટી સલૂનમાં જઈને સલાહ લો કે જો કોઈ સમસ્યા છે તો કેવી રીતે ઠીક કરાય ,  જેમ કે અંડર આઈ સર્કલ, ફાટેલી એડિઓ, ડ્રાઈ હેયર કે ડ્રેંડ્રફ  વગેરે. 
 
11. આ જ યોગ્ય સમય છે, જ્યારે તમારા મેકઅપ અને કોસ્મેટિક્સ ખરીદવા જોઈએ. એને ટ્રાઈ કરીને જુઓ અને જો તમને એનાથી એલર્જી વગેર પણ થઈ રહી હોય તો તમારી પાસે તેને ઠીક કરવા પુર્ણ એક મહિનો છે. 
 
12. તમારા નખ વધારવાના શરૂ કરી દો. મેનીક્યોર પેડીક્યોર કરાવો.

13. જો તમારું  વજન થોડુ વધારે છે તો તમારા ડાયેટીશિયન પાસેથી સલાહ લેવાનો આ  યોગ્ય સમય છે. એક મહીનામાં તમે યોગ્ય ડાયેટ અને એક્સરસાઈઝ થી 5-6 કિલો વજન ઓછું કરી શકો છો. 
 
14. બૉડી વેક્સ કરાવો અને જોઈ લો કે તમને આ સૂટ કરે છે કે નહી . જો નહી તો તમે  બ્લીચ પણ કરી શકો છો. 
15. જ્યારે 3 અઠવાડિયા રહી જ જાય ત્યારે કોઈ પણ નવી બ્યૂટી ટ્રીટમેંટ કે પ્રોડક્ટ ટ્રાઈ ન કરો. રેગ્યુલર ફેશિયલ અને બ્યૂટી ટ્રીટમેંટ જ કરાવો. 
 
16. 3-4 હેયર સ્ટાઈલ ટ્રાઈ કરીને જોઈ લો જે તમારા પર કઈ સ્ટાઈલ ફાઈનલ કરવી  છે. 
 
17. જંક ફૂડ બિલ્કુલ બંધ કરી દો. 
 
18. જ્યારે પણ બહાર જાવ  ત્યારે પ્રોટેક્શન માટે  સનસ્ક્રીન ક્રીમ ઉપરંત છત્રી સ્કાર્ફ અને સન ગ્લાસેસ પણ સાથે રાખો 

 
19. જયારે બે અઠવાડિયા રહી જાય છે ત્યારે આપણે જોઈએ છીએ કે જેના લગ્ન થવાના છે તે યુવતીને ઘરમાં જ રહેવાની સલાહ અપાય છે.  આ દરમિયાન તમારે માટે એ યોગ્ય રહેશે કે તમે ઈંડોર એક્સરસાઈજ અને યોગ કરો. 
 
20. ઉંઘ પૂરતી લો. રિલેક્સ કરો. 
21. વાળને થોડા ટ્રિમ કરાવી લો. 
 
22. જો વાળ ડ્રાઈ છે તો તેના ત્રીજા દિવસે ગરમ તેલની માલિશ કરો. ઓલિવ અને આલ્મંડ આઈલ લો. 
 
23. હેયર કલરિંગ કરાવવા માંગતા હોય તો ઓછામાં ઓછા બે અઠવાડિયા પહેલા જ કરાવી લો. જેથી હેયર કલર સેટ થઈ શકે. 
 
24. સ્ટ્રેસ લેવલ વધી જવાના કારણે વધારે સેંસેટિવ થઈ જાય છે અને પિંપ્લ્સ વગેરે પણ થવા માંડે છે. આપના બ્યૂટી એક્સપર્ટ પાસેથી પહેલા જ પિંપલ્સના ટ્રીટમેંટ માટે પૂછી લો. જેથી તમે સમય પર એમાંથી છુટકારો મેળવી શકો. રિલેક્સ રહો અને વધારે પાણી પીવો. 

 
25. એક્સફોલિએટ કરો. 
 
26. ટ્રાઈ એંડ ટેસ્ટેડ ફેશિયલ માસ્ક યૂજ કરો. 
 
27. 1 અઠવાડિયા પહેલા લાસ્ટ મિંટ ટ્રાયલ્સ કરી લો. જેટલું શક્ય હોય તેટલુ રિલેક્સ રહેવું અને તણાવ ન લેવું  
28. ફેશિયલ ના બે દિવસ પછી સ્કીન ખૂબસૂરત લાગે છે. આથી લગ્નના બે દિવસ પહેલા જ ફેશિયલ શેડ્યુલ કરો. જેથી લગ્નના દિવસે તમારી સ્કીન ગ્લો કરે. 
 
29. ફેશિયલ ઘણા હોય છે તમારી સ્કીન મુજબ તમે ઈચ્છો તો પર્લ ગોલ્ડ ઓક્સી કે ડાયમંડ ફેશિયલ કરાવી શકો છો. 
 
30. બોડી મસાજ બ્લીચિંગ વેક્સિંગ પેડીક્યોર મેનીક્યોર કરાવી લો. 
 
31. દરરોજ બે ગ્લાસ પાણી વધારે પીવો.