રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 19 ઑક્ટોબર 2016 (15:15 IST)

ફેસપેક લગાવતા સમયે ન કરો આ ભૂલો

ખૂબસૂરત જોવાવવું દરેક કોઈને પસંદ હોય છે. એવામાં છોકરીઓ એમના ચેહરાની સુંદરતાને જાણવી રાખવા માટે ઘણા ફેસપેક ઉપયોગ કરે છે. ઘણી વાર ફેસપેક લગાવતા સમયે તમે કેટલીક એવી ભૂલો કરી નાખે છે જેનાથી તમારા ચેહરાને નુકશાન પહોંચાડે છે. આજે અમે તમને કેટલીક એવી ભૂલો વિશે જણાવીશ જે હમેશા છોકરીઓ ફેસપેક લગાવતા સમયે કરે છે. 
1. ફેસપેકને હમેશા નહાયા પછી જ લગાડો. નહાયા પછી ત્વચાના રોમછિદ્ર ખુલી જાય છે. જેનાથી ફેસપેકના અસર વધારે હોય છે. 
 
2. અમે હમેશા ફેસપેકને સારી રીતે સૂક્યા પછી જ ધોઈએ છે પણ એવું  કરવાથી ત્વચાની નમી ઓછી થઈ જાય છે. ઘણી વાર ચેહરા પર કરચલીઓ પણ આવી જાય છે. 
 
3. ફેસપેકને લગાડયા પછી ચેહરા પર ગુલાબજળ જરૂર લગાડો. એનાથી ત્વચાનો નિખાર વધે છે. 
 
4. ચેહરા પર ફેસપેક લગાડયા પછી વાત ન કરવી. વાત કરવાથી ચેહરા ખેંચાય છે. જેનાથી ત્વચા ઢીલી થઈ જાય છે. 
 
5. ચેહરાથી ફેસપેક લાગાડ્યા બાદ થોડી વાર માટે સાબુનો ઉપયોગ બિલ્કુલ નહી કરવું.