1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 5 નવેમ્બર 2016 (10:01 IST)

ચેહરાના તલ હટાવવા માટે અજમાવો આ ઉપાય

તલ ચેહરાની ખૂબસૂરતીને વધારે છે પણ વધારે પડતાતલ ચેહરાની ખૂબસૂરતીને વધારવાને બદલે ઓછી કરી નાખે છે. ચેહરા પર વધારે તલ થતાં છોકરીઓ બહુ પરેશાન રહે છે અને એને હટાવવા માટે ટ્રીટમેંટ કરાવે છે. જો તમે ઈચ્છો છો તો કેટલાક ઘરેલૂ ઉપાય કરીને પણ તલને હટાવી શકાય છે. આજે અમે તમને ઘરેલૂ ઉપાય જણાવીશુ , જેનાથી તમે ચેહરા પર રહેલ તલને હટાવી શકો છો. 
 
1. પાઈનેપલ 
પાઈનેપલમાં એસિડિક ગુણ હોય છે. તલ હટાવવા માટે રોજ પાઈનેપલનું  જ્યૂસ દિવસમાં 2-3 વાર ચેહરા પર લગાવો. 
 
2. કાચા બટાટા 
કાચા બટાટાનો ઉપયોગ કરવાથી ચેહરા પર નિખાર આવે છે. તલ હટાવવા માટે કાચા બટાટા ચેહરા પર ઘસવા.  તમે ઈચ્છો તો એનું પેસ્ટ બનાવીને લગાવી શકો છો. 
 
3. સફરજનના સિરકા 
તલ હટાવવા માટે રાત્રે સફરજનના સિરકાથી ચેહરાની મસાજ કરો. સવારે ચેહરો ધોઈ લો. થોડાક જ  દિવસોમાં જ તલ ઝાંખા પડી જશે. 
 
4. કેળાના છાલ 
તલની સમસ્યાને દૂર કરવા માટે કેળાના છાલનો ઉપયોગ કરો. રાત્રે કેળાના છાલને તલ વાળી જગ્યા પર બાંધીને સૂવૂં એનાથી તલ સાફ થઈ જશે.