ખૂબસૂરતી નિખારવા મૅકઅપના મુખ્ય પાંચ લૂકની બોલબાલા
દિવાળી પર્વના દિવસોમાં આપણે સામાન્ય રીતે પારંપરિક વસ્ત્રોને મહત્ત્વ આપતાં હોઈએ છીએ. પણ હાલ જમાનો છે ફ્ઝયુઝનનો. તમારું આઉટફિટ, સજાવટ અને મૅકઅપ પણ એને અનુરૂપ હોય તો ખૂબસૂરતી નિખરી ઊઠે છે. માત્ર ટ્રેન્ડી વસ્ત્રો પહેરવાથી લૂક કંઈ ટ્રેન્ડી નથી લાગતો. આ વખતે ટોચના પાંચ લૂકની બોલબાલા છે. મૅકઅપના પાંચ લૂકનું ચલણ વધતું જાય છે. મિનિમમ અને મસ્ટ
આજકાલ નેચરલ દેખાવા અત્યંત જરૂરી મૅકઅપ કરવા ચેહરા પરની ઝીણી રેખા પડી ગઈ હોય તો પહેલાં કન્સિલર લગાવો. કોલ પેન્સિલથી આંખની પાંપણ પર હળવો સ્ટ્રૉક મારો. તરોતાજા લાગવા વૉલ્યુમિનાઈઝિંગ મસ્કરાનો ઉપયોગ કરો.
ચમકતા હોઠ હંમેશાં આકર્ષક લાગે છે. મૅકઅપ કર્યા પછી છેલ્લે હોઠ પર ન્યૂટ્રલ અથવા પિંક શેડની લિપસ્ટિક લગાવો.
આગળ ડ્રીમ આઈઝ
ડ્રીમ આઈઝસાંજના કાર્યક્રમમાં જવાના હો તો આંખને સ્મોકી લૂક આપી શકો. પરફેક્ટ ઈફેક્ટ માટે આઈશેડોનો ઉપયોગ કરી શકો. આંખની કીકીનો રંગ બ્રાઉન, કાળો હોય તો ગાઢા રંગના આઈશેડોનો ઉપયોગ કરી શકો. ઝટપટ તૈયાર થવાનું હોય તો ઉપરની પાંપણ પર કાળા રંગની આઈપેન્સિલ અંદરથી બહારની તરફ લઈ જઈને જાડી લાઈન દોરો. બહારથી થોડી લૂંછી લેવી. નીચેની પાંપણ પર એવી જ રીતે લાઈનર લગાવવું.
આગળ નૅચરલ લૂક
નૅચરલ લૂકઅનેકને નૅચરલ લૂક પસંદ હોય છે. ગુલાબી અને જાંબુડી રંગનો પેસ્ટલ શેડ્સ લગાવ્યો હોય તો ચહેરો ખીલેલો લાગે છે.
હોઠ પર હળવા નારંગી રંગની લિપસ્ટિક લગાવો અને ગાલ પર એજ રંગનું રૂઝ લગાવી શકો. એથી રંગનો સારો પ્રભાવ પડશે. બધા લૂકસના મસ્કરા અને ફાઉન્ડેશન્સ અને ઍરબ્રશનો ઉપયોગ કરી શકો.
શ્રેષ્ઠ ફિચર હાઈલાઈટ કરો
ચહેરો સુંદર લાગે તે કોને ન ગમે ? આંખના લૂક પર થોડું ધ્યાન આપો. તેને પૉપ ઈફેક્ટ આપવા આંખની આસપાસનો મૅકઅપ થોડો વધુ કરો. ટ્રાન્સલ્યુસન્ટ પાવડર મસ્કરાના બે કોટ દરમિયાન લગાવવાથી આંખ એકદમ તેજસ્વી લાગશે. ચહેરાના આકાર પ્રમાણે પાંપણ પર ગાઢો કોટ પહેલાં ટ્રાય કરો.
હોઠ પર ગાઢા શેડની લિપસ્ટિકનો ઉપયોગ કરો. ચહેરાને ભરાવદાર લૂક આપવા ગુલાબી અથવા પિચ કલરનો ઉપયોગ કરી શકો.
આગળ ટ્રેડિશનલ લૂક
ટ્રેડિશનલ લૂકપારંપરિક આઉટફિટ જેમ કે રજવાડી પ્રિન્ટનો ડ્રેસ પહેર્યો હોય તો મૅકઅપ તેને અનુરૂપ કરવો જોઈએ. આઉટફિટના રંગ સાથે તે મેચ થાય છે કે નહીં તેનું ધ્યાન રાખવું. જરીભરતની સાડી અથવા સલવાર સૂટ પહેર્યો હોય તો મેકઅપ સાદો અને ઓછામાં ઓછો કરવો, પણ જો ડ્રેસ સાદો હોય તો ગાઢો મેકઅપ કરશો તો ફેસ્ટિવ લૂક લાગશે.
કોઈપણ આઉટફિટ પર ન્યૂટ્રલ લૂક માટે આઈલિડ પર સોનેરી રંગ લગાવો. બહારની તરફ બ્રાઉન કલર લગાવો. આમ કરવાથી આંખને ઉઠાવ મળશે.
ઉપરની પાંપણ પર વિંગ લાઈનર લગાવો. નીચેની પાંપણ પર કાજળ આંજો. વધુ પારંપરિક લાગવા કપાળ પર ચાંદલાનું સ્ટિકર લગાવી શકો.
બેકની સુંદરતા માટેની ટિપ્સ આગળ
સ્પેશિયલ સ્કિન કૅર
સ્કિનની કાળજી નિયમિત લેવાતી હોય તેમ છતાં ઉત્સવના દિવસો દરમિયાન માનુનીઓ વધુ જાગરૂક રહે છે. બધાંને તહેવારોમાં બ્યુટી ક્વીન જેવા લાગવાની હોંશ હોય છે. હાલ બૅકલેસ ડ્રેસ, ચણિયાચોળીની ફૅશન હોવાથી માત્ર ચહેરો સુંદર દેખાય તે પૂરતું નથી. સ્કિન ક્લિનિક અથવા બ્યુટી પાર્લરમાં તેઓ પહોંચી જાય છે. બૅક પૉલિશિંગ, કૃત્રિમ ટેટૂસ સ્કિન વ્હાઈટનિંગની ટ્રિટમેન્ટ લેતાં હોય છે. દરેકનું સ્વપ્ન પોતાનો ચહેરો ચમકતો રાખવાનું હોય છે. તેઓ જુદી જુદી ક્રિમનો ઉપયોગ કરે છે. ચહેરાની સાથે હાથ, પગ, પીઠની સ્કિન પર થોડું વધુ ધ્યાન આપવું પડે છે. એટલે બૅક પૉલિશિંગની સાથે હેડ પૉલિશિંગ, પેડીક્યોર, ટ્રિટમેન્ટ તરફ યુવતીઓનો વધુ ઝુકાવ હોય છે.
બૅકપોલિશિંગ એટલે પીઠની સ્કિનને લીસી અને ચળકતી રાખવાની આ ટ્રિટમેન્ટ છે. પીઠ પર કાળાશ, બ્લૅકહેડ્સ દૂર કરવા મિડલાઈટ લેઝર ટ્રિટમેન્ટ આપવામાં આવે છે. ત્વચાને લીસી બનાવવા ડ્રાય લેયર દૂર કરવામાં આવે છે.
ઝટપટ તૈયાર થવા હાયડ્રા ફેશિયલનો ઉપાય સૂચવવામાં આવે છે.
જન્ક ફૂડ, હેવી મેકઅપ અને ઊંઘની અનિયમિતતાને કારણે ચહેરા પર પડતી અસર દૂર કરવા આવા ફેશિયલનો ઉપયોગ કરવામાં આવે છે. એક ડર્મેટોલોજિસ્ટના મત પ્રમાણે ત્રણવાર ટ્રિટમેન્ટ લેવી પડે છે. હાલ ફ્રૂટ ફેશિયલ કર્યા પછી ત્વચાની ડ્રાયનેસ દૂર કરવા ઑકિસજન ટ્રિટમેન્ટ વધુ પ્રચલિત છે.
બૅક પોલિશિંગમાં ઍલ્યુમિનિયમ ક્રિસ્ટલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. સૅલિબ્રિટીસ આવી ટ્રિટમેન્ટ લેતી હોય છે.
આજના જમાનામાં ટેટૂનો ક્રેઝ વધુ છે. ટૅટૂમાં લાલ, ભૂરો, કાળો, ગ્રે અથવા સફેદ રંગનો ઉપયોગ કરવામાં આવે છે.
હંગામી ટૅટૂ ચિતરવા માટે ભૂરી અથવા કાળી શાહીનો ઉપયોગ કરવાનું ઈન્ક એક્સપર્ટ સૂચવે છે. સફેદ રંગની ઈન્ક ક્યારેય હંગામી ટૅટૂ માટે ઉપયોગમાં નથી લેવાતી. હંગામી ટૅટૂ દૂર કરવા માટે રિમૂવલ ટ્રિટમેન્ટ લેવી પડે છે.