શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 13 ડિસેમ્બર 2016 (14:11 IST)

સૂતા પહેલા કરો આ કામ સવારે ઉઠતા જ ચેહરા પર આવશે નિખાર

ભાગદોડ ભરેલી આ જીંદગીમાં આરોગ્ય અને સ્કિનનો ખ્યાલ રાખવો ખૂબ મુશ્કેલ થઈ ગયો છે. જ્યારે કે સતત ઘરમાંથી બહાર રહેવાથી ધૂળ-માટીની અસર સીધી આપણી ત્વચાર પર પડે છે. તેથી આવામાં સ્કિનનુ ખાસ ધ્યાન રાખવુ જરૂરી હોય છે. તમે ભલે મહિનામાં 2 વાર બ્લીચ અને ફેશિયલ કેમ ન કરાવી લો પણ સ્કિનની નેચરલ સુંદરતા ખૂબ મહત્વની છે. આવામાં આજે અમે તમને પર્સનલ લાઈફમાં કેટલાક સહેલા ઉપાય બતાવીશુ જેની મદદથી તમે તમારી ત્વચાની નેચરલ સુંદરતાને કાયમ રાખી શકો છો. 
 
સામગ્રી -  બટાકાનો રસ, ગ્રીન ટી 
 
મિક્સચર તૈયાર કરવાની વિધિ - સૌ પહેલા 2-3 ગ્રીન ટીના પેક્સ લઈને 10 મિનિટ માટે પાણીમાં ઉકાળી લો. તેને ઠંડુ કરીને 2 ચમચી ગ્રીન ટી પાણી અને 2 મોટા ચમચા બટાકાનો રસ મિક્સ કરીને મિક્સચર બનાવી લો. 
 
વાપરવાની રીત 
 
રાત્રે સૂતા પહેલા એક વાડકીમાં આ મિક્સચરને નાખો. હવે એક રૂ ની મદદથી તેને તમારા ચેહરા પર અને ગરદન પર સારી રીતે લગાવો. આ લગાવીને સૂઈ જાવ અને સવારે ઉઠીને સ્વચ્છ પાણીથી ચેહરો ધોઈ લો.