શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 10 જૂન 2017 (19:00 IST)

Boys ઈંડાનો ઉપયોગ આવી રીતે કરીને સુંદરતા વધારી શકે છે

ચીનમાં એક અભ્યાસ મુજબ યુવકો પણ પોતાની બોડીને લઈને જાગૃત થઈ રહ્યા છે. પણ યુવકો સામે એ સમસ્યા રહે છે કે તેઓ માર્કેટમાં મળતા કૉસ્મેટિકનો યુવતીઓની જેમ સાર્વજનિક યુઝ નથી કરી શકતા.  તેથી છોકરાઓ ખાવા પીવાનું ધ્યાન રાખીને પણ બ્યુટીને વધારી શકે છે. 
 
ઈંડામાં જોવા મળતા ન્યૂટ્રિએંટ્સ અનેક સ્કિન પ્રોબ્લેમ જેવા દાગ-ધબ્બાને વધારવાથી રોકે છે. સાથે જ ચેહરાની રંગતને સુધારવામાં પણ મદદ કરે છે. ઈંડાના સફેદ ભાગને એલ્બ્યુમિન કહે છે.  તેમા સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમની માત્રા વધુ હોય છે. પીળા ભાગમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી હોય છે. સાથે જ કેલ્શિયમ, આયરન અને પોટેશિયમ હોય છે. ઈંડાના સફેદ ભાગમાં ઓરેંજ જ્યુસ, હળદર મિક્સ કરીને લગાવવાથી ચેહરો સાફ થાય છે. 
 
-  ઈંડાના સફેદ ભાગમાં મધ અને લીંબૂનો રસ મિક્સ કરીને લગાવવાથી દાગ-ધબ્બા દૂર થાય છે.
 
-  ઈંડાની સફેદીમાં ઓટમીલ મિક્સ કરીને લગાવવાથી ચેહરાનું ઓઈલ ઓછુ થાય છે. 
 
-  ઈંડાનો પીળો ભાગ ફેટીને ચેહરા પર લગાવવાથી પિંપલ્સ દૂર થાય છે. 
 
- ઈંડાના પીળા ભાગમાં ઓલિવ ઓઈલ અને લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી સ્કિનની ડ્રાયનેસ દૂર થાય છે. 
 
- ઈંડાના પીળા ભાગમાં દહી મિક્સ કરીને લગાવવાથી સ્કિન ટાઈટ થાય છે અને કરચલીઓ ઓછી થાય છે.