ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : રવિવાર, 1 નવેમ્બર 2020 (21:46 IST)

Festival Seasonમાં બગડી જાય છે બજટ, તો અજમાવો આ ઉપાય

તહેવારો શરૂ થતા જ શાપિંગનો મૌસમ પણ શરૂ થઈ ગયું છે. ઑનલાઈન હોય કે પછી ઑફલાઈન બન્નેમાં રીત રીતના ઑફર્સ અને સેલ ચાલી રહ્યા છે. પણ Festival Seasonમાં નકામા ખર્ચથી બચવા માટે તમને ઘણી વાતોનો ધ્યાન રાખવું જરૂરી છે. આવો જાણીએ કે તહેવારના સમયે કેવી બિનજરૂરી ખર્ચ થી બચી શકાય છે. 
 
ક્રેડિટ કાર્ડ 
શૉપિંગના સમયે કેશ કે ડેબિટ કાર્ડથી ભુઅગતાન કરો. ક્રેડિટથી બિલ આપતા પર હમેશા લિમિટથી વધારે પૈસા ખર્ચ થઈ જાય છે. 
 
લિસ્ટ 
વગર લિસ્ટ બનાવી શૉપિંગ કરવાથી અમે ઘણી વાર બિનજરૂરી વસ્તુઓ લઈ લે છે. તેથી સેલ કે ઑફરના જાળમાં ફંસવાથી પહેલા લિસ્ટ બનાવી લો. કે શું શું જરૂરી છે પછી જ શૉપિંગ પર જવું. 
 
બોનસ 
વર્કિંગ લોકોને તહેવાર પર બોનસ મળે છે. તે પહેલા કે આ પૈસા નકામી વસ્તુઓમાં ખર્ચ થઈ જાય. તમે કોઈ પૉલીસી લઈ શકો છો. કોઈ ઉધાર ચૂકવી શકો છો. બાળકના અભ્યાસ માટે પૈસા સેવ કરી શકો છો. કે પછી કયાંક ફરવાનો પ્લાન બનાવી શકો છો. 
 
ઑફસીજન શૉપિંગ 
ઠંડની ઋતુ અને માર્કેટમાં ઋતુ મુજબ કપડા અને એકસેસરીજ પણ આવશે. જરૂરનો સામાનને મૂકી તમે કઈક લેવા ઈચ્છો છો તો કોશિશ કરો કે વધારે મોંઘું સામાન લેવાની જગ્યા ઑફ સીજનમાં ખરીદો. તેનાથી પૈસાની બચત થશે.