ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 19 નવેમ્બર 2021 (08:43 IST)

International Men's Day- પુરૂષોને પણ જરૂર છે ચેહરા ચમકાવવાની, દરરોજ કરો આ વસ્તુઓનો ઉપયોગ ત્વચામાં આવી જશે ચમક

છોકરીઓ તો તેમની ત્વચાને નિખારવા માટે ઘણી બધી વસ્તુઓ અને ઘરેલૂ ઉપાયનો ઉપયોગ કરે છે. પણ ઘણી વાર પુરૂષ તેમની ત્વચાને વધારે રખ-રખાવ નહી કરે છે. જ્યારે પુરૂષોની ત્વચાને દેખરેખની જરૂર હોય છે. જો તમે બજારના મોંઘા પ્રોડક્ટસના પાછળ પૈસા બરબાદ કરવા ઈચ્છો છો તો આ ઘરેલૂ ઉપાયથી ચમકતી ત્વચા સરળતાથી મળી જશે. 
 
મુલ્તાની માટી 
તમને તમારા ઘરમાં પણ ત્વચાને નિખારવા માટે મુલ્તાની માટીનો ઉપયોગ કરતા ઘણી વાર જોયું હશે. આમ પણ વધારેપણું મહિલાઓ તેનો ઉપયોગ કરે છે ઓઅણ પુરૂષ પણ ચેહરાની રંગત નિખારવા માટે તેનો ઉપયોગ કરી શકે છે. તેના માટે ગુલાબજળ અને ચંદન પાઉડરની સાથે મુલ્તાની માટીને ચેહરા પર લગાવી લો. આ પેકના સૂક્યા પછી ચેહરાને હૂંફાણા પાણીથી ધોઈ લો. 
 
લીંબૂ અને ટમેટા 
જો ધૂળ અને તડકાના કારણે તમારી ત્વચા ટેન થઈ ગઈ છે તો ઠીક કરવા માટે એક પાકેલું ટમેટા લો. ત્યારબાદ તેને વાટીને તેનો લેપ બનાવીને તેમાં એક ચમચીએ લીંબૂનો રસ સારી રીતે મિક્સ કરો. હવે આ પેકને ચેહરા પર 20 મિનિટ સુધી લગાવીને મૂકી દો. 15 દિવસ સુધી સતત આવું કરતા રહો અને તમને અંતર નજર આવશે. 
 
હળદર 
હળદર ત્વચાની રંગ સાફ કરવામાં ખૂબ મદદ કરે છે. આટ્લું જ નહી આ ત્વચા પર રહેલ બેક્ટીરિયાને પણ સાફ કરવાનો કામ કરે છે. ગોરા રંગ મેળવવા માટે જેતૂનના તેલમાં હળદર મિક્સ કરી તેનો લેપ ચેહરા પર લગાવો. આ લેપને આશરે 20 મિનિટ માટે ચેહરા પર લગાવી મૂકી દો. ત્યારબાદ ચેહરાને ગર્મ પાણીથી ધોઈ લો. 
 
કાચું દૂધ 
તમારી ત્વચાને ગોરા બનાવવા માટે રોજ રાત્રે સૂતા પહેલા ચેહરા પર કાચું દૂધ મસળી લો. આવું કરવાથી ચેહરાને ભેજ મળવાની સાથે દૂધના પોષણ તત્વ પણ મળશે. જે તમારી ત્વચાને કોમળ બનાવવામાં તમારી મદદ કરશે.