1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

Health tips and beauty tips for winter - શિયાળા માટે હેલ્થ અને બ્યૂટી ટિપ્સ

શિયાળામાં સૂકા અને ઠંડા મોસમ હોય છે જેને કારણે ત્વચા રૂખી થઈ જાય છે. અને ઠંડ હોવાના કારણે પાણી પણ ઓછું પીવાય છે શિયાળામાં ચમકદાર ત્વચા માટે ભરપૂર પાણી પીવો અને હૂંફાણા પાણી વડે સ્નાન કરો.  અહીં કેટલીક બ્યૂટી ટીપ્સ અને હેલ્થ ટીપ્સ જણાવીએ છે. 
 

ભોજનમાં લીલા શાકભાજી અને પાંદડાવાળી શાકભાજીનો ભરપુર પ્રયોગ કરો. 
 

ચહેરા પર બદામને દૂધમાં વાટીને લગાવો અને બદામના તેલથી હલ્કા હાથે મસાજ કરો. 
બેસનમાં હળદર અને ગુલાબજળ ભેળવીને લગાવો અને સુકાયા બાદ ચહેરાને ધોઈ લો. 

શિયાળામાં તળેલો ખોરાક, મીઠાઈ, ચોકલેટ, કેકથી દૂર રહો. ગરમ સૂપ, શાકભાજી, ફળ, પ્રોટીનયુક્ત પદાર્થ અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લો. દા.ત. ગરમ ચોકલેટ, હર્બલ ટી, ગ્રીન ટી, ફળોના રસ લઈ શકાય, પણ તે બહુ ઠંડા ન હોવા જોઈએ.