શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 7 જુલાઈ 2022 (07:37 IST)

Home remedies For white Hair - રસોડાના આ વસ્તુઓથી સફેદ વાળથી છુટકારો મળશે

વાળ ખરવા અને સફેદ થવા સૌની સામાન્ય સમસ્યા છે. જેનાથી પરેશાન થઈને લોકો અનેક પ્રકારના બજારી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. જેની સાઈડ ઈફેક્ટ હોય છે. આજકાલ લોકોને સફેદવાળ નાની વયમાં જ થવા માંડે છે. તમે સફેદ વાળની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે આ ઘરેલુ નુસખા અપનાવી શકો છો.
1. કાળા મરી - કાલા મરીને પાણીમાં ઉકાળી લો. કાળા મરીના પાણીથી વાળ ધોવાથી સફેદ વાળની સમસ્યા દૂર થાય છે.
 
2. કોફી - સફેદ વાળને જો તમે બ્લેક ટી કે કોફીથી ધોશો તો તમારા સફેદ વાળ ફરીથી કાળા થવા માંડશે.
આવુ તમે બે દિવસમાં એકવાર જરૂર કરો..
 
3. દહી - હિના મહેંદી અને દહીને મિક્સ કરીને વાળમાં લગાવો. આવુ અઠવાડિયા સુધી કરશો તો સફેદવાળ કાળા થઈ જશે.
 
4. ડુંગળી - ન્હાવાના થોડીવાર પહેલા તમારા વાળમાં ડુંગળીનુ પેસ્ટ લગાવો.
આનાથી તમારા સફેદ વાળ કાળા થવા શરૂ થઈ જશે.
વાળમાં ચમક આવશે અને સાથે જ વાળ ખરતા પણ રોકાય જશે.
 
5. કઢી લીમડો - કઢી લીમડો પાણીમાં નાખીને એક કલાક માટે મુકી દો.. આ પાણીથી વાળ ધોવાથી લાભ થાય છે.