1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 8 એપ્રિલ 2017 (00:11 IST)

ગોરા થવાના અસરદાર ઉપાય અજમાવો

ત્વચામાં ગ્લો લાવવા માટે પહેલાથી જ તૈયારી કરવી જરૂરી છે. સૌ પહેલા કૉટન વૂલ પૈડનો ઉપયોગ કરતા ત્વચાને રોજ ઠંડા ગુલાબજળની રંગત પ્રદાન કરો. ગુલાબ જળમાં કોટન વૂલ પેડ ડૂબાડીને તેને ફ્રિજમાં મુકો. ચેહરો ધોયા પછી તેને કોટન વૂલ પેડથી ધીરે ધીરે લગાવો. દરેક સ્ટ્રોકને કાનપટી સુધી લઈ જાવ. માથા પર લગાવતી વખતે મધ્ય બિન્દુથી શરૂ કરીને અને બંને તરફ બહારી દિશામાં કાનપટી સુધી ફેરવો.  દાઢી પર તેને ગોળ ફેરવતા લગાવો.  છેવટે કોટન વૂલ પેડથી ત્વચાને ઝડપથી થપથપાવો. 
 
ઘરેલુ ફેસપેક 
 
મધમાં સફેદ ઈંડુ નાખીને તેને ચેહરા પર લગાવો અને 20 મિનિટ પછી તાજા પાણીથી ધોઈ લો. ત્વચા શુષ્ક ક હ્હે તો ઈંડાના પીળા ભાગ અને થોડુ દૂધ મિક્સ કરી લો અને આ મિશ્રણને 20 મિનિટ સુધી ચેહરા પર લગાવ્યા પછી તેને તાજા પાણીથી ધોઈ લો. છેવટે ગુલાબ જળમાં પલાળેલ કોટન વૂલની મદદથી ત્વચા થપથપાવો. 
 
- અઠવાડિયામાં બે વાર ફેશિયલ સ્ક્રબનો પ્રયોગ કરો. તેનાથી ત્વચાના ડેડ સેલ્સ હટીજાય છે. આ માટે  અખરોટ પાવડર, એક ચમચી મધ અને એક ચમચી દહીને મિક્સ કરીને ફેશિયલ સ્ક્રબ બનાવી લો. આ મિશ્રણ થોડો સમય ચેહરા પર લગાવીને રહેવા દો. પછી ચેહરો ધોઈ લો. 
 
- તૈલીય ત્વચા માટે મુલતાની માટીને ગુલાબજળમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. તેને હોઠ અને આંખની આસપાસ છોડીને આખા ચેહરા પર લગાવી લો.  જ્યારે આ પેસ્ટ સૂકાય જાય તો ચેહરો ધોઈ લો.  સામાન્ય ત્વચા માટે મુલતાની માટીમાં મધ અને દહી નાખીને પેસ્ટ બનાવી દો અને ચેહરા પર 30 મિનિટ સુધી લગાવ્યા પછી તાજા પાણીથી ધોઈ લો.