1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ

ખાસ ઘરેલૂ લોશન

ખાસ ઘરેલૂ લોશન
N.D

ગરમીની અંદર ત્વચાની સારસંભાળ કરવા માટે તમે ઘરે જ ખુબ જ સારા લોશન બનાવી શકો છે-

દહી-બેસનનું લોશન : ત્વચાને પોષણ આપવા માટે આ એક ખુબ જ સારૂ લોશન છે. એક ચમચી બેસનની અંદર એક ચમચી તાજુ દહી ભેળવીને ખુબ જ સારી રીતે ફીણી લો. પછી તેને હાથ-પગ, ગરદન અને ચહેરા પર લગાવીને મસળો.

ડેલી યુઝથી તમારી સ્કીનને લોશનની પણ જરૂરત નહી રહે અને તે ત્વચામાં નમી પણ લાવી દેશે.

લિક્સ લોશન: ત્વચાની રંગત ફીકી પડી જાય ત્યારે આ લોશનનો ઉપયોગ કરવામાં આવે છે. આ લોશનને બનાવવા માટે એક મોટી ચમચી કાકડીનો રસ, અડધી ચમચી ટામેટાનો રસ, થોડાક લીંબુના ટીંપા અને નાની ચમચી મલાઈ તેમજ તેની અંદર થોડીક હળદર ભેળવીને ફેસ અને ગરદન પર લગાવી લો. લગભગ 20 મિનિટ સુધી રહેવા દઈને તેને ધોઈ લો. આ લોશન બે-બે દિવસે ઉપયોગ કરવાથી ત્વચા જીવંત થઈ ઉઠે છે.

ઓલિવ ઓઈલ લોશન: એક મોટા ચમચા જૈતુનના તેલની અંદર થોડુક મીઠું નાંખો તેમજ તેને ખુબ ફીણી લો. આ હાથ અને પગ માટે ખુબ જ સારૂ લોશન છે. આ લોશનને ઉપરથી નીચેની તરફ લગાવતાં રગડો. એક બે મિનિટ સુધી રગડ્યાં બાદ સાબુથી હાથને ધોઈ લો. દરારોજ તેનો ઉપયોગ કરવાથી હાથ મુલાયમ રહે છે.

મિલ્ક લેમન લોશન: જો તમારી ત્વચા ઓઈલી હોય તો આ લોશન ક્લિંઝીંગ મિલ્કનું કામ કરવાની સાથે સાથે ત્વચાનું વધારે પડતું તેલ પણ ચુસી લેશે. એક મોટી ચમચી કાચા દૂધની અંદર થોડોક લીંબુનો રસ ભેળવીને ચહેરા અને ગરદન પર લગાવો અને 5-7 મિનિટ બાદ કોટનથી સાફ કરી લો.

આમળાનું લોશન : બે મોટા ચમચા આમળાના રસમાં બે ચમચી લીંબુનો રસ ભેળવીને જ્યારે પણ વાળ ધોવાના હોય તેના બે કલાક પહેલાં વાળના મૂળમાં લગાવી દો. આનાથી વાળ કાળા, ઘાટા અને મુલાયમ થશે. આ લોશન ખરતાં વાળને રોકવા માટે પણ મદદરૂપ થશે.

એપ્પલ લોશન : જો તમે એસ્ટ્રીજેંટનો ઉપયોગ કરતાં હોય તો એક સફરજનને લઈને છીણી લો. હાથથી દબાવીને અને છાલથી નિચોડીને તેનો રસ કાઢી લો. તેની અંદર થોડાક લીંબુના ટીંપા ભેળવીને તેને ચહેરા અને હાથ પર લગાવી દો. તેના ચહેરા પર 15 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ નવાયા પાણીથી ધોયા બાદ ઠંડા પાણીની છીંટો લગાવીને થપથપાવીને સુકાવી દો.
About Writer
વેબ દુનિયા