શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. નારી સૌદર્ય
  4. »
  5. સૌંદર્ય સલાહ
Written By વેબ દુનિયા|

ફ્રુટથી નિખારો ત્વચા

N.D
મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે અને તેમાંય વળી કોસ્મેટિક્સના ભાવ તો આકાશને આંબી ગયા હોય તેવું લાગે છે. તો આવા વધી ગયેલા ભાવોની અંદર કઈ વસ્તુ લેવી તેની કંઈ સમજ પડતી નથી. તો આવો થોડાક ઘરેલુ નુસખા અહીં આપ્યાં છે જે તમને કદાચ મદદરૂપ થઈ શકે છે...

સફરજન : આ ત્વચા પરના તેલના ઓછુ કરે છે.
સફરજનના એક મોટા ટુકડાની પેસ્ટ બનાવીને તેને ચહેરા પર 10-15 મિનિટ સુધી લગાવી રાખો ત્યાર બાદ ગરમ પાણીથી ધોઈ લો.

બદામ : રૂખી ત્વચાને કોમળ બનાવવાનું કામ બદામ કરે છે
એક કપ ઠંડુ દૂધ લઈને તેમાં એક પીસેલી બદામ નાંખીને સરખી રીતે હલાવી લો. ત્યાર બાદ બદામથી અડધી ખાંડ તેમાં ભેળવીને ધીરે ધીરે ચહેરા પર લગાવો. આ લેપ લગાવ્યા બાદ 20 પછી ચહેરો ઠંડા પાણીથી ધોઈ લો.

W.D
ટામેટા: ટામેટાની અંદર બધા જ ફળો કરતાં વધારે વિટામીન હોય છે. ત્વચા પરના ડાઘને દૂર કરવામાં તે ખુબ જ અસરકારક છે.
ટામેટાનો રસ, લીંબુ રસ, ગ્લિસરીનને સમાન માત્રામાં લઈને ચહેરા પર માલિશ કરો અને અડધા કલાક બાદ નવાયા પાણીથી ચહેરાને ધોઈ લો.

કાકડી : તૈલીય ત્વચાને સામાન્ય રાખવા માટે અને ત્વચામાં કાંતિ લાવવા માટે ખુબ જ ફાયદાકારક છે.
કાકડીનો રસ કાઢીને તેને ચહેરા પર વારંવાર લગાવો. 15-20 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.
કાકડીના રસને દૂધમાં ભેળવીને ઉકાળી લો. હવે આખા ચહેરા પર લગાવીને અડધા કલાક માટે રહેવા દો. ત્યાર બાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો. આ એક ઉત્તમ માસ્ક છે જે ત્વચાની અંદર કસાવટ લાવે છે.

N.D
મધ : ચહેરા પરની કરચલીઓ દૂર કરવામાં ખુબ જ મદદરૂપ છે. તેમજ ચહેરા પર ચમક લાવે છે.
ચહેરા પર મધનું એક પાતળુ પડ ચઢાવી લો. 15-20 મિનિટ બાદ તેને કોટન પલાટીને આને લુછી લો. જેમને ઓઈલી સ્કીન હોય તેમણે 3-4 ટીંપા લીંબુ નાંખીને ઉપયોગમાં લેવું.

તડબુચ : આ પ્રાકૃતિક નમી આપનાર ફળ છે તેમજ શરીરને ઠંડક પ્રદાન કરે છે. ત્વચા પરના ડાઘ દૂર કરવા માટે ઉપયોગી છે.
ફળના સફેદ ભાગનો રસ કાઢીને તેમાં થોડાક ટીંપા મધ ભેળવીને ચહેરા પર લગાવી લો. સુકાઈ જવા પર ફરીથી તેને લગાવો. આવુ 10 થી 15 મિનિટ સુધી કરો. જો ઈચ્છતા હોય તો કોટનને આ રસમાં પલાળીને ચહેરા પર ફેરવી લો. પછી ઠંડા પાણીથી ચહેરાને ધોઈ લો.

લીમડો : ત્વચાની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખુબ જ ઉપયોગી છે.
ચાર પાંચ લીમડાના પાન લઈને તેને પીસીને મુલતાની માટીમાં ભેળવી લો અને ચહેરા પર લગાવી લો. સુકાઈ જાય એટલે ગરમ પાણીથી ધોઈ લો.