શરદ પૂર્ણિમાની રાતે કોણે મળશે પ્યારની સોગાત

Last Updated: મંગળવાર, 7 ઑક્ટોબર 2014 (17:26 IST)
મેષ રાશિ

તમારા માટે દિવસ સારો નહી રહે
આજનો દિવસ તમારા માટે ખર્ચાળ કે નકામો ગૂંચવાયેલો
હોઈ શકે છે.તમને પ્રેમી અને પ્રેમ સંબંધોમાં પણ અરૂચિ થઈ શકે છે.
ગૂંચવાયેલા હોવાને કારણે મનમાં પ્રેમ વિશે વિચાર જ નહી આવે.

વુષભ રાશિ

આજનો દિવસ તમારા માટે ખુશી અને આનંદ મેળવતો
હોઈ શકે છે.તમને પ્રેમીનો સાથ થોડો ક્ષણ ખૂબજ સારી રીતે
વીતાવવાનો અવસર મળશે. બન્ને વચ્ચે અંતરંગતા
રહેશે અને દરેક વિષયો પર ઘણી વાતો કરશો.

મિથુન રાશિ


પ્રેમીને
મળવા માટે આફિસમાં આજે કોઈ બહાનું
કાઢી શકો છો. જેથી તમે જલ્દી નીકળી શકો પણ આજે આફિસમાં ખોટુ બોલીને
નીકળવુ
તમને ભારે પડી
શકે છે. આથી પ્રેમીને મળવા આફિસેથી નિશ્ચિત સમયે જ નીકળજો.
કર્ક રાશિ

આજે ભાગ્ય તમારી સાથે રહેશે. આથી જો કોઈને પ્રપોજ કરવુ
હોય તો કરી શકો છો પણ શરૂઆતમાં તમને કોઈ ખાસ પ્રતિક્રિયા નહી મળે. આથી આ પ્રતિક્રિયાથી
નિરાશ ન થવુ
કારણકે ધીમે-ધીમે તમે પ્રેમીના મન પર રાજ કરી લેશો.

સિંહ રાશિ

આજે ગુપ્ત સંબંધ સ્થાપિત થઈ શકે છે. પણ સ્વાસ્થયના કારણે કે બીજા કોઈ કારણથી તમે પૂરો લાભ કદાચ લઈ શકો. દિવસ આમ જ ગુજરી જશે. કારણ કે
આજનો દિવસ પ્રેમ સંબંધો માટે સારો નહી કહી શકાય . દિવસને સામાન્ય રીતે ગુજારવાનો પ્રયાસ કરો.


કન્યા રાશિ

જે લોકો લગ્નની વયના થયા છે
આજે તેના લગ્નની વાત ઘર-પરિવારમાં થશે. આથી તમે ગૂંચવણમાં આવી શકો કારણ કે તમને ખબર નહી પડે કે કેવી રીતે પરિવારના લોકોને આ વાત કરાય. પણ જો તમે ધીરજ રાખશો તો કોઈ રસ્તો મળી જશે.

તુલા રાશિ

દિવસનો આરંભ પરેશાનીઓ સાથે શરૂ થઈ શકે છે. પ્રેમ સંબંધોને લઈને સજગ રહેવાની જરૂર છે નહીતર તમે બદનામીમાં ફસાઈ શકો છો.કોઈ માણસ તમારા પ્રેમ સંબંધોમાં બાધા નાખવાનો પ્રયાસ કરી શકે છે. જેથી માનસિક અશાંતિ રહેશે.

વૃશ્ચિક રાશિ
એકથી વધારે સંબંધ બનાવાવનો વિચાર તમારા મનમાં આવી શકે છે આથી મન ચંચળ થઈ શકે છે.તમારી આ ચંચળતા તમારા વર્તમાન પ્રેમીને પસંદ ના આવશે અને તે તમારાથી ગુસ્સો થઈ શકે છે. ચંચળ મનને જો કાબૂમાં ના રાખશો તો પ્રેમ સંબંધમાં દરાર આવી શકે છે.

ધનુ રાશિ

આજે તમારા મન પર તમારા પ્રેમીનો નિયંત્રણ હોઈ શકે છે. જો સામાન્ય રીતે કહેવાય તો પ્રેમી તમારા પર હાવી રહેશે અને તમને પણ પ્રેમીની વાત સાંભળવા અને તેને કરવામાં આનંદ આવશે. પ્રેમીના પ્યારના સામે તમે એની બધી વાતો માનવા તમે બાધ્ય રહી શકો છો.

મકર રાશિ

પ્રેમ સંબંધોમાં આશાના પ્રતિકૂળ પરિણામ સામે આવી શકે છે અને પ્રેમ સંબંધને જાણવી રાખવા માટે ઘણી મેહનત કરવી પડશે. તમે પણ પોતાને મેહનત કરવા તૈયાર
રાખજો અને કોઈ પણ સમસ્યાનો ઉકેલ શોધી લેશો.

કુંભ રાશિ


આજે તમને તમારા સફરમાં કોઈ હમસફરના મળવાના યોગ બનશે.તમને વધારે વિચારવાની આવશ્યકતા નથી હશે અને અનૂકૂળ પરિસ્થિતિયાં તમારો સાથ આપશે.તમે પોતે નવા સંબંધોમાં બંધાઈ જશો.

મીન

જો કોઈ વાતનો ગુસ્સો તમે પ્રેમી પર કાઢશો તો દિવસ તમારા વિપક્ષમાં હોઈ શકે છે. પ્રેમ જીવનમાં દૂરી વધી શકે છે. સાંજના સમય સુધી તમને તમારી ભૂલનો
ખ્યાલ આવશે પણ ત્યાં સુધી મોડુ થઈ જશે. પ્રેમ સંબંધ મધુરતાથી ભરેલા હોય તો જ પ્રેમીજીવનનો આનંદ છે.


આ પણ વાંચો :