બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય લેખ
Written By
Last Updated : મંગળવાર, 28 નવેમ્બર 2017 (15:26 IST)

જાણો માનુષી છિલ્લર કેવી રીતે જીત્યો મિસ વર્લ્ડનો ખિતાબ ...

ભારતની માનુષી છિલ્લર મિસ વર્લ્ડ-2017 બની છે. ચીનમાં આયોજીત મિસ વર્લ્ડ-2017ની ગ્રૅંડ ફિનાલેમાં ભારત તરફથી ભાગ લઈ રહેલી માનુષી છિલ્લર વિજયી થઈ છે.મિસ વર્લ્ડ 2017 દુનિયાના વિભિન્ન દેશોમાંથી આવેલી 108 જેટલી સુંદરીઓને માત આપીને માનુષીએ આ ખિતાબ પોતાના નામે કર્યો હતો.
 મિસ ઈન્ડિયા માનુષી છિલ્લરને ફાઈનલ રાઉન્ડમાં સવાલ પુછવામાં આવ્યો હતો કે, ક્યા ક્ષેત્રમાં સૌથી વધારે પગાર આપવો જોઈએ અને કેમ ? આ સવાલના જવાબમાં માનુષીએ કહ્યું હતું કે, માતાને સૌથી વધારે પગાર મળવો જોઈએ અને આ પગારમાં રૂપિયાને બદલે સન્માન અને પ્રેમ મળવો જોઈએ.
1. હરિયાણાના સોનીપતમાં રહેતી માનુષીનો જન્મ 14 મે, 1997એ થયો હતો.
 
2. માનુષી ના પિતા મિત્રવાસુ છિલ્લર અને માઁ નીલમ છિલ્લર વ્યવસાયે ડૉક્ટર છે, 
 
3. 20 વર્ષની માનુષી 67મી મિસ વર્લ્ડ બની છે.તે મેડીકલ સ્ટુડન્ટ છે અને કાર્ડિયાક સર્જન બનવા માગે છે.
 
4. મિસ વર્લ્ડ 2017માં આ વખતે વિશ્વના વિવિધ દેશની 118 સુંદરીઓને પછડાટ આપીને માનુષીએ આ ખિતાબ હાંસલ 
 
5. માનુષીની આંખનો રંગ ભૂરો છે. 5.9 ફૂટની હાઈટ ધરાવતી માનુષીને પેરાગ્લાઈડિંગ, બંજી જંપિંગ અને સ્કૂબા ડાઈવિંગ જેવા સ્પોર્ટસ પસંદ છે.
 
6.  મિસ વર્લ્ડ માનુષી સમાજસેવા સાથે પણ જોડાયેલી છે. તેણે મહિલાઓના પિરિયડ્સ દરમિયાન હાઈજિન સંબંધિત એક કેમ્પેનમાં લગભગ 5000 મહિલાઓને જાગૃત કરવાનું કામ કર્યું છે.
 
7. માનુષીએ ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ પણ શીખ્યો છે. તે ઉપરાંત સ્કેચિંગ કરે છે અને પેઈન્ટિંગ પણ બનાવે છે. ઘોડે સવારી પણ તેનો શોખ છે. 
 
8. માનુષી ભારતમાંથી છઠ્ઠી મિસ વર્લ્ડ છે.