રવિવાર, 5 ફેબ્રુઆરી 2023
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Modified શુક્રવાર, 24 માર્ચ 2017 (12:28 IST)

“પેલા અઢી અક્ષર” છોકરા અને છોકરી વચ્ચે રહેલા ભેદને રિયાલીટી ફેન્ટસીથી ફિલ્મમાં દર્શાવવાનો અનોખો પ્રયાસ

ઘણા સમય બાદ એક હાઈ બજેટની ગુજરાતી ફિલ્મ સિનેમાગૃહમાં રિલીઝ થઈ છે.  “પેલા અઢી અક્ષર” આ ફિલ્મ ના લેખક ધ હિન્દુ જેવા અખબારમાં ફિલ્મ ક્રિટિક્સ છે તો તેની સાથે તેઓ ફિલ્મોની સ્ક્રિપ્ટ પણ લખે છે. સંગીતની વાત કરીએ તો આ ફિલ્મમાં સંગીત આપનાર વિવેક ભારદ્વાજ છેત્રી છે જેમની આ પ્રથમ મુવી છે. આ ફિલ્મનું પ્રોડક્શન પ્રણવ શાહ, કુણાલ શાહ, અમિત ગુપ્તા અને બર્જ કેમ્પિલ્લોએ કર્યું છે. સિંગરની વાત કરીએ તો બોલિવૂડના જાણીતા સિંગર કુણાલ ગાંજાવાલા અને મોહન કન્નન છે તેમની સાથે પાર્થ ઓઝાએ પણ પોતાનો અવાજ આપ્યો છે. પહેલીવાર એવું બન્યુ છે કે કોઈ તામિલિયન સિંગરે ગુજરાતી ગીત ગાયું હોય. ગીતોના રચયિતાની વાત કરીએ તો તેમાં હરીશ ભટ્ટ અને શ્રી રાજ હંસે સંગીતને બંધ બેસે તેવા ગીતો લખ્યાં છે. આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં કરવામાં આવ્યું છે અને તે 26 દિવસમાં પુર્ણ કરવામાં આવ્યું હતું. પેલા અઢી અક્ષરએ આજના એરાની ફીલ ગુડ પ્રકારની ફિલ્મ છે. જેમાં છોકરા અને છોકરી વચ્ચે રહેલા ભેદને ફેક્ટ ફિક્શનથી રિયાલીટી ફેન્ટસીથી ફિલ્મમાં દર્શાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફિલ્મની વાર્તા આપણી આસપાસ રહેલા દરેકને સ્પર્શી જાય તેવી છે. આ ફિલ્મમાં જીવનના ચાર રસ્તે આવીને ઉભેલા છ મિત્રોની વાત છે. તેઓ પોતાના જીવનમા આવતા પડકારો લક્ષી પ્રશ્નોના જવાબો શોધવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આગળ શું થાય છે એતો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે.

આ ફિલ્મમાં મારો હેલો સાંભળો જેવું ગુજરાતી ફોક સોંગ એક અલગ જ અંદાજમાં મોહનના સ્વરમાં સાંભળવા મળશે, તો તુ ઈબાદત નામનું સોંગ પાર્થ ઓઝાએ પોતાના અદ્ભૂત સ્વરથી ગાયું છે. કુણાલ ગાંજાવાલાએ આ ફિલ્મમાં મોટા ભાગના ગીતો ગાયાં છે. જેમાં ખાસ કરીને ફિકર નોટ, પણ કેમ, અને પાર્થ ઓઝા સાથે તારીફ નામનું સોંગ ગાયું છે. સ્વરબદ્ધ સંગીતથી ભરપુર ગીતો આ ફિલ્મમાં છે.

એક સમય હતો જ્યારે ગુજરાતી ફિલ્મો ગ્રામિણ બેકગ્રાઉન્ડ લોકેશન્સ પર બનતી હતી. એ સમયના કલાકારોની મહેનતથી આખે આખી ઈન્ડસ્ટ્રી આજે અર્બન ગુજરાતી સીનેમાનું રૂપ લઈ ચુકી છે. એક દિવસ કદાચ એવું પણ બની શકે કે કોઈ સિનેમામાં ચાર અર્બન ગુજરાતી ફિલ્મો ચાલે અને એક બોલિવૂડની મુવી ચાલે, આજે આવી પરિસ્થિતિનો પાયો નંખાયો હોય એવું દર્શકોની નજર સમક્ષ છે. ત્યારે એક એવી ફિલ્મ બની છે, જેને બનાવનાર તો મુળ ગુજરાતી છે પરંતું ફિલ્મમાં કામ કરનાર કેટલાક લોકો વિદેશના છે. જેવા કે ફિલ્મના દિગ્દર્શક કુણાલ શાહ ઈન્ડિયન ન્યૂયોર્કર છે તો એસોસિયેટ દિગ્દર્શક લિવિયા અરાન્હા બ્રાઝિલના છે. ડીઓપી તરીકે કામ કરનાર બર્જ કેમ્પિલ્લો સ્પેઈનના છે તો આસિસ્ટન્ટ કેમેરા પર્સન એન્ટોનિયો સેનમરફૂલ પોર્ટુગલના છે. ખૂબજ રસ પડે તેવી મુવી આજે ફરીવાર રિલીઝ થઈ છે.