સોમવાર, 6 ફેબ્રુઆરી 2023
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Modified શુક્રવાર, 4 નવેમ્બર 2016 (16:30 IST)

ગુજરાતી ફિલ્મ પાસપોર્ટ - ખોવાયેલા પાસપોર્ટથી શરૂ થતી લવસ્ટોરી ( રીવ્યૂ)

ગુજરાતી અર્બન ફિલ્મો આજકાલ નવા નવા વિષયો સાથે સિનેમાગૃહોમાં રજુ થઈ રહી છે. કોમેડી, થ્રીલર અને રોમેન્ટીક અવનવી સ્ટોરી વાળી ફિલ્મો પણ હવે બની રહી છે. ત્યારે ગત ગુરૂવારે રિલીઝ થયેલી પાસપોર્ટ ફિલ્મનો રીવ્યૂ શું કહે છે. પાસપોર્ટ ફિલ્મ એક વિદેશી યુવતી અને અમદાવાદના યુવાન વચ્ચેની લવસ્ટોરી છે.  અમદાવાદી યુવાન જયારે કોઈ છોકરીના પ્રેમમાં પડેને ત્યારે પોતાની પ્રેમિકા માટે ઘણાબધાં રિસ્ક લઇ લેતો હોય છે. એક યુવતી અમદાવાદમાં વિદેશથી આવે છે અને તેનો પાસપોર્ટ ગુમ થઈ જાય છે. આ છોકરીના સંપર્કમાં એક અમદાવાદી છોકરો મલ્હાર ઠાકર  આવે છે. તે આ છોકરીને ધીરે ધીરે પ્રેમ કરવા માંડે છે. એટલે વિદેશથી આવેલી છોકરીનો પાસપોર્ટ પાછો મેળવવા માટે તેનાથી બનતી મહેનત કરે છે. પરંતુ શું પાસપોર્ટ પાછો મળે છે? શું છોકરી પછી પોતાના દેશ જી શકે છે કે અહી જ રહી જાય છે, તે જોવા માટે તો તમારી ફિલ્મ જ જોવી પડશે.

આ ફિલ્મનું દિગ્દર્શન રાજેશ શર્માએ કર્યું છે, જયારે ફિલ્મમાં મલહાર ઠાકર, બોલિવૂડની ફિલ્મ ઉડતા પંજાબમાં જોવા મળી હતી તે એના એડોર, ઉજવલ દવે, લીપી ગોયલ, ગુજરાતના જાણીતા પત્રકાર આશિષ વશી અને જયેશ મોરેએ અભિનય કર્યો છે. પત્રકાર આશિષ વશીએ આ ફિલ્મમાં ડોન સરતાજનો રોલ કર્યો છે. સ્ટોરી, સ્ક્રીનપ્લે અને સંવાદ પરેશ વ્યાસે લખ્યા છે, તો ફિલ્મનું મ્યુઝિક મેહુલ સુરતીનું છે. સંગીતની વાત કરીએ તો આ ફિલ્મનો એક ગરબો ‘પરદેશી રાધા અને દેશી કાનજી’ જે ગુજરાતી અને અંગ્રેજીનું ફયુઝન છે. ટૂંકમાં કહીએ તો ગુજલીશ લેંગવેજનો આ ગરબો સોશ્યલ મીડિયામાં પણ ભારે લોકપ્રિય બન્યો છે. ‘પરદેશી રાધા અને દેશી છે કાનજી’ એ ઓસમાણ મીરના કંઠે ગવાયેલો છે.