મંગળવાર, 19 માર્ચ 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Modified: શનિવાર, 31 ડિસેમ્બર 2016 (12:22 IST)

ગુજરાતી ફિલ્મ કૂખ - પરિવાર માટે પડકારો સામે લડતી એક મહિલાની કહાણી

નિર્માતા - રામભાઈ પટેલ
દિગ્દર્શક - નિમેશ દેસાઈ
લેખક - લલિત લાડ
સ્ક્રિન પ્લે અને સંવાદ - તુલસી વકીલ
લિરિક્સ - ચીનું મોદી
સંગીત - મેહૂલ સુરતી
રેટિંગ 4/5 
ગુજરાતી ફિલ્મો નોટબંધી બાદ જાણે સાવ બેસી ગઈ હતી. પરંતું જાણીતા નાટ્યકાર નિમેષ દેસાઈ દિગ્દર્શિત ફિલ્મ કૂખ 30 તારીખે રિલીઝ થઈ. જાણીતા લેખક લલિત લાડ આ ફિલ્મના લેખક છે. આ ફિલ્મનું સંગીત મેહૂલ સૂરતીએ આપ્યું છે જે ‘કેવી રીતે જઈશ’, ‘વીટામીન શી’ અને ‘પાસપોર્ટ’ જેવી ફિલ્મોના સફળ સંગીતથી જાણીતા બન્યા છે. સૂરતીને આશા છે કે ‘કૂખ’નું સંગીત દર્શકોને ખૂબ જ પસંદ પડશે. આ ફિલ્મનું સ્ક્રીન પ્લે અને ડાયલોગ તુલસી વકીલ દ્વારા કરવામાં આવ્યું છે.  આ ફિલ્મનું નિર્માણ મોઝેઈક ફિલ્મ દ્વારા કરવામાં આવ્યું છે અને તેના મ્યુઝિક રાઈટ્‌સ રેડ રિબન હસ્તક છે. ફિલ્મની મૂખ્ય ભૂમિકામાં નરેશ પટેલ અને યોગીતા પટેલ છે. અન્ય કલાકારોમાં એલ્સા નિલજ, એન્ડી વોન ઈચ, રૂતુ વાણી તથા સહાયક ભૂમિકામાં અન્નપૂર્ણા શુક્લનો સમાવેશ થાય છે. આ ફિલ્મ રૂડીની કહાણી છે, જે પોતાના પરિવારની નાણાકીય સ્થિતિ મજબૂત બનાવવા તમામ અવરોધો સાથે સંઘર્ષ કરે છે અને એ દ્વારા પોતાનાં સંતાન મીઠીનું ભાવિ સલામત બનાવે છે. ફિલ્મની કથા સંઘર્ષ અને અસ્તિત્વ ટકાવવા માટેની જહેમત આસપાસ આકાર લે છે.માતા અને સંતાન વચ્ચેનો નિસ્વાર્થ સંબંધ ફિલ્મની કથામાં કેન્દ્ર સ્થાને છે. 

ફિલ્મમાં માનવ સંબંધોની સાથે સાથે આંતર વૈયક્તિક નાતાને સુકોમળ લાગણીઓ સાથે વણી લેવામાં આવ્યો છે.આ ફિલ્મ એક મહિલાનો તમામ અવરોધો સામે લડી લેવાનો દ્રઢ નિશ્ચય અને પોતાના પરિવારની સુરક્ષા માટે ની અપાર સમર્પણ ભાવના વ્યક્ત કરે છે. તે સમાજને એક સબળ સંદેશો આપી જાય છે. ખરેખર આ મૂવી જોતા જોતા એવું લાગે છે કે ક્યાંક આ વાત આપણી પોતાની હોય.દર્શકો આ ફિલ્મ જોઈને સારૂ મનોરંજન તો મેળવશે પણ તેની સાથે પોતાના જીવનમાં આવતા પડકારોને આ ફિલ્મની વાર્તા દ્વારા જાણશે. ફિલ્મની દરેક બાબતોમાં ક્યાંય કચાશ જેવું નથી. એક પારિવારિક ફિલ્મ છે.
 સિનેમામાં આ ફિલ્મ દર્શકોને પકડી રાખશે અને મજબૂત સામાજિક મુદ્દાને રજુ કરશે. વધુ વાત કરએ તો ફિલ્મ જોવાની મજા ના આવે એટલે ફિલ્મ જોયા પછી જ ખબર પડે કે આ ફિલ્મ કેવી છે. દર્શકોને ચોક્કસ ગમશે અને બીજી વાર જોવાની પણ તેમને ઈચ્છા થશે. સીરિયલ થી ફેમસ થયેલ નિહારિકા એટલે કે યોગીતા પટેલ મૂવીની મુખ્ય અભિનેત્રી છે અને તેની એક્ટિંગ હદયને સ્પર્શી જાય એવી છે. મુખ્ય અભિનેતા તરીકે નરેશ પટેલ છે જેને પોતના પાત્રને પૂરે પૂરો ન્યાય આપતા જોવા મળે છે બાકી ના બધાએ પણ ઉતમ કક્ષાની એક્ટિંગ કરી છે.