શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. રોમાંસ
  4. »
  5. ગુજરાતી લવ મેસેજ
Written By વેબ દુનિયા|

લવ ટિપ્સ : લગ્ન પહેલા હદ પાર ન કરવાથી સંબંધો વધુ ટકે છે

P.R
લગ્ન પહેલા શારીરિક સંબંધ ન બાંધવાની સદીઓ જૂની માન્યતા કંઇ એમ જ નથી બનાવવામાં આવી. હવે સંશોધકોએ આ પરંપરા અત્યંત કારગર હોવાની પુષ્ટિ કરી છે. તેમનું કહેવું છે કે લગ્ન સુધી શારીરિક સંબંધ બનાવવાનું ટાળતા યુવા જોડા ખુશ રહે છે અને તેમનો સંબંધ એમની સરખામણીએ વધુ ટકે છે જેઓ પહેલી મુલાકાતમાં આ હદ સુધી પહોંચી જાય છે.

પોતાની તરફના આ પહેલી અભ્યાસમાં કોરનેલ યુનિવર્સિટીના સંશોધકોએ કહ્યું કે શરૂઆતમાં શારીરિત સંબંધ બનાવી લેવાથી સારા સંબંધો સાથે જોડાયેલા બાકીના તથ્યો પરથી ધ્યાન હટી જાય છે.

તેમાં એકબીજા પ્રત્યે વચનબદ્ધતા, ચિંતા, પરસ્પર સમજ અન અન્ય મૂલ્યો સામેલ છે.

'ધ ઇન્ડિપેન્ડેન્ટ'એ સંશોધકોના હવાલેથી કહ્યું કે લગ્ન પહેલા જાતીય સંબંધોમાં સંયમ જાળવવાથી સંબંધના સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે. સંશોધકોએ આ વિષે 600 કપલને તેમના સંબંધ વિષે વાત કરી. કપલને જાતીય જીવનની પૂછપરછ બાદ તેમના સંબંધો વિષે પૂછવામાં આવ્યું અને તેના આધાર પર આ અભ્યાસનું ઉપર પ્રમાણેનું તારણ તારવવામાં આવ્યું.