લવ ટિપ્સ : પત્નીને ખુશ કેવી રીતે રાખશો?, થોડાક ઉપાય

પત્નીને ખુશ કરવાની ટિપ્સ તમને હસાવીને લોટપોટ કરી દેશે

વેબ દુનિયા|

P.R
પુરુષે પોતાની પત્નીને ખુશ રાખવા વિષયે યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. તો અહી પત્નીને ખુશ રાખવાના થોડાક ઉપાય બતાવ્યા છે. એ તમારે જાણવા જોગ.

1. તમે તમારી પત્ની સાથે વાતચીત કરતા હોવ ત્યારે વચ્ચે ના બોલો

2. સવારે ઓફિસ જતા મોજા જાતે શોધી લો

3. ઓફિસથી ઘેર આવીને મોજા બાથરુમમાં જાતે ધોવા નાખો

4. સાસુ સસરા કે કોઇ પણ પિયરીઆ ઘેર આવે તો એક નકલી પૂછડી ચોટાડી જોર જોરથી હલાવો (પણ એમને ચાટવાની કોશિશ ન કરશો!)
5. એ બીજા શહેરની હોય તો એના શહેરની કોઇ પણ ખુબી શોધી એના વખાણ કરો (અરે, આ તો શાયરોનુ શહેર નહી? પેલા કવિ “બેવકુફ” અહીનાં જ નહીં?)

6. એની કોઇ પણ સહેલીના રુપના વખાણ ક્યારેય ન કરો

7. એની સહેલી ઘેર આવી હોય તો ડ્રોઇંગ રૂમમાં વારેઘડીયે આંટા ન મારો

8. એની મમ્મીની રસોઇના વખાણ કરો
9. “હું કેવી લાગુ છુ” નો પ્રમાણિકપણે જવાબ આપવો શકય ના હોય તો એમ કહો કે “ આજે તો તું સાવ જૂદીજ લાગે છે”

10. એના મામાની સરકારમાં બહુ પહોંચ છે એવુ કહો, સાસુ પણ ખુશ રહેશે



આ પણ વાંચો :