લવ ટિપ્સ - આ 10 વાતોથી પ્રથમ ડેટમાં ગર્લફેંડને ઈમ્પ્રેસ કરો

Last Updated: શનિવાર, 30 જાન્યુઆરી 2016 (13:59 IST)
જો તમે કોઈની સાથે પહેલી ડેટ પર જઈ રહ્યા છો અને
ઈચ્છો છો કે એ મુલાકાત પછી વારેઘડીયે તમને એ છોકરીને મળવાનો
અવસર મળે તો આ ટિપ્સને જરૂર અજમાવો આ 10 ઉપાયોથી પ્રથમજ ડેટમાં છોકરીને તમે દીવાનો બનાવી શકો છો...

1. ડેટ પર ખાલી હાથ જવું સારું નથી ,તેથી તમે
ફૂલ લઈને જાવ. ફૂલ હંમેશા છોકરીઓને ગમે છે.

2. નાની-નાની વાતનું ધ્યાન રાખો
,જેમ કે ગાડીનું બારણું ખોલવું ,પહેલા તમે એમ કહેવું ,લિફ્ટમાંથી પહેલાં એને નીકળવા દો. તેમનું સમ્માન કરો. છોકરીઓને તેમને માન આપતા છોકરાઓ વધુ ગમે
છે.

3. પહેલી ડેટમાં છોકરીઓથી અંતર રાખો. તેમણે વારંવાર ટચ કરવાનો પ્રયત્ન ન કરશો. છોકરીઓને એવા છોકરાઓ
ખરાબ લાગે છે. જે પહેલી ડેટમાં જ તેમની નિકટ આવવાનો પ્રયત્ન કરે છે.

4. ડાઈનિંગ ટેબલ પર વધારે વાત ન કરવી . જમતી વખતે ધીમે ખાવું . મોંઢામાં કોળિયો મુકી વાત ન કરવી. છોકરીઓ ડાઈનિંગ મેનર્સની પાકી હોય છે. જમતી વખતે જો તમારા મોંઢામાંથી અવાજ આવે તો સમજો તમારી આ પહેલી અને આખરી ડેટ છે.

5. જમવાનો ઓર્ડર આપતા પહેલા છોકરીની પસંદ જરૂર પૂછી લો.

6. છોકરી સાથે હંસી- મજાકની વાતો કરો. છોકરીઓને ફન લવિંગ છોકરાઓ ગમે છે.

7. છોજરીની હોબી પર ચર્ચા કરો. તેમની પસંદ-નાપસંદ પૂછો. આટલુ જાણી લેવાથી તમને
એના માટે ગિફ્ટ પસંદ કરવામાં મદદ મળશે.

8. ડેટિંગ વખતે બને તેટલુ ફોનથી દૂર રહેવું . જ્યારે એ તમારી સાથે સમય ગુજારે તો તમે ફોનની નોટિફીકેશન ચેક કરવામાં વ્યસ્ત ન રહેશો. .

9. પહેલી ડેટ પર જ બીજી મુલાકાત વિશે વાત કરી લો. અને તેમની પસંદની જ્ગ્યા પૂછી બીજી ડેટ ત્યાં જ રાખવી.

10.જતી વખતે તેનો
આભાર પ્રકટ કરી સીઓફ કરો.આ પણ વાંચો :