Love tips- છોકરા-છોકરી એકબીજામાં શું જોઇને પ્રેમ કે લગ્ન કરે છે?

love station 230

આપણને સહેજે એમ
થાય કે આ કેમેસ્ટ્રી વળી શું છે? આના જવાબમાં નિષ્ણાતો કહે છે કે કોઈ બે જણ વચ્ચે સરસ તાલમેલ
હોય, એકપણ શબ્દ બોલ્યા વિના તેઓ એકબીજાના મનની વાત સમજી જતા હોય, એકના દિલોદિમાગમાં ચાલતી વાત બીજી વ્યક્તિ પળભરમાં પારખી લેતી હોય તેને કેમેસ્ટ્રી કહેવામાં આવે છે

જો કોઈ
પ્રેમી યુગલ, પતિ-પત્ની, ડાન્સ પાર્ટનર, વર્ક-પાર્ટનરને એકમેક સાથે સારું બનતું હોય તો એમ કહેવામાં આવે છે કે
તેમની કેમેસ્ટ્રી સરસ મળે છે.
આપણને સહેજે એમ
થાય કે આ કેમેસ્ટ્રી વળી શું છે? આના જવાબમાં નિષ્ણાતોે કહે છે કે કોઈ બે જણ વચ્ચે સરસ તાલમેલ હોય,
એકપણ શબ્દ બોલ્યા વિના તેઓ એકબીજાના મનની વાત સમજી જતા હોય, એકના દિલોદિમાગમાં
ચાલતી વાત બીજી વ્યક્તિ પળભરમાં
પારખી લેતી હોય તેને કેમેસ્ટ્રી કહેવામાં આવે છે. અને જો જીવનસાથીઓની કેમેસ્ટ્રી મેચ કરતી હોય
તો તેમનું જીવન ધન્ય થઈ જાય છે. હા, પ્રત્યેક યુગલ વચ્ચે તકરાર પણ અચૂક થાય છે. આમ છતાં તેમનો પ્રેમ અકબંધ રહે છે. તેમના સંબંધોમાં
ખટાશ નથી આવતી પણ તે ખટમધુરા બની રહે છે. નિષ્ણાતો વધુમાં કહે છે કે સંસારની ગાડી પાટા પરથી
ઉતરી ન જાય એટલા માટે પતિ-પત્નીની કેમેસ્ટ્રી મેચ થાય તે જરૃરી છે.
ખાસ કરીને વિવાહના થોડાં વર્ષ પછી.

આનું કારણ જણાવતાં તેઓ કહે છે કે નવપરિણીત યુગલો એકમેક પ્રત્યે સતત ખેંચાણ અનુભવે તે સ્વાભાવિક છે.
પણ થોડાં વર્ષ પછી પ્રેમનું સૃથાન
જવાબદારીઓ લઈ લે છે. પતિ-પત્ની એકબીજાને પૂરતો સમય નથી ફાળવી શકતા. આમ છતાં તેઓ એકમેકની વાત સમજી શકે એટલા માટે પણ તેમની
વચ્ચે કેમેસ્ટ્રી હોવી જરૃરી છે.

યુગલ ચાહે તો થોડાં સજાગ પ્રયાસો કરીને બંને વચ્ચે કેમેસ્ટ્રી બનાવી શકે છે. આ એક એવું અનુસંધાન છે જે તેમને જોડી રાખે છે. યુગલો એ
આ સેતૂ બનાવવા કેવા પ્રયત્નો કરવા જોઈએ તેની માહિતી આપતાં નિષ્ણાતો કહે છે કે સૌથી પહેલાં તો તમારે માત્ર પોતાના વિશે વિચારવાનું
છોડીને
બંને વિશે વિચારવાની ટેવ પાડવી પડશે. બલ્કે એમ કહી શકાય કે સામી વ્યક્તિ માટે હૃદયપૂર્વક વિચારવાની આદત પાડવી પડશે. કાંઈ પણ કરવાથી પહેલાં જો એવો વિચાર આવે કે 'મારા જીવનસાથીને તેનાથી કાંઈ તકલીફ તો નહીં થાય ને?' તેમાં તેને કેટલો આનંદ આવશે.' તો સમજી જાઓ કે તમારી કેમેસ્ટ્રી મેચ થઈ રહી છે. પણ જો તમે માત્ર તમને ગમે એવું જ કરતાં રહેશો તો તમારી વચ્ચે ક્યારેય તાલમેલ નહીં બેસે.

જો કોઈ પત્ની સતત તેના પતિ પર શંકા કરતી રહે, તેના ઉપર વિશ્વાસ ન રાખે, તેના વર્તન પર ચાંપતી નજર રાખે તો માની લો કે તેમની કેમેસ્ટ્રી મેળ નથી ખાતી. અલબત્ત, આ વાત પતિને પણ એકસમાન રીતે લાગુ પાડે છે.

દંપતીના સંબંધોની સૌથી મોટી પરીક્ષા છે એકમેકના મનની વાત સમજી જવી અને પરસ્પર કોઈ
અપેક્ષા ન રાખવી. જો તમે તમારા જીવનસાથી પાસેથી કોઈ અપેક્ષા નથી રાખતાં, આમ છતાં તમે ખુશ છો તો સમજી જાઓ કે તમારી બધી આશાઓ વગર જણાવ્યે પૂરી થઈ રહી છે. સામી વ્યક્તિ તમારી આશાઓ-આકાંક્ષાઓ આપોઆપ સમજી ગઈ છે અને તે તેને હૃદયપૂર્વક પૂરી કરી રહી છે.

છેલ્લાં થોડા સમયથી છોકરીઓ પણ કારકિર્દીલક્ષી બની હોવાથી પતિ-પત્ની એકમેકને પૂરતો સમય નથી ફાળવી શકતા. તેમાં વળી ડિસ્ટન્ટ મેરેજનું ચલણ શરૃ થયું છે તેથી
પતિ એક શહેરમાં નોકરી કરતો હોય તો પત્ની બીજા શહેરમાં નોકરી કરતી
હોય છે. આમ છતાં
તેઓ એકબીજાની નિકટ હોવાનો અનુભવ કરે તે બાબત પુરવાર કરે છે કે તેમની કેમેસ્ટ્રી ખરેખર બહુ સરસ છે.

આ પણ વાંચો :