1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By
Last Updated :ગાંઘીનગર- , મંગળવાર, 1 ઑગસ્ટ 2023 (08:15 IST)

National Girlfriend DaY- યુવતિ સાથે દોસ્તીના પાંચ મુદ્દા યાદ રાખો - એવી વસ્તુઓ જે ગર્લફ્રેંડને માંગ્યા વગર જોઈતી હોય છે

નેશનલ ગર્લફ્રેડ ડે (National Girlfriend DaY) 1 ઓગસ્ટને સેલિબેટ કરાય છે. 
શું તમે કોઈ યુવતી સાથે રિલેશનશિપમાં છો તો આ અહેવાલ તમારી લવ લાઈફને વધુ રોમાંટિક બનાવી શકે છે. આ અહેવાલના કારણે તમારો સંબંધ વધારે મજબૂત બનશે.

સામાન્ય રીતે જોવા જઈએ તો દરેક યુવતીને પોતાના બૉંયફ્રેંડ પાસેથી કંઈને કંઈ ચીજની આશા રાખતી હોય છે. પરંતુ તેમાં અમુક એવી કૉમન વાતો હોય છે, જેની ઈચ્છા દરેક ગર્લફ્રેંડને પોતાના બોયફ્રેંડ પાસે હોય છે. જો કે યુવતીઓ પોતાની આ ઈચ્છા વિશે ક્યારેય ખોલીને પોતાના બૉયફ્રેંડને બતાવતી નથી. જેના વિશે આજે તમને આ વાતોને અમે બતાવી રહ્યા છે. જે વાતોને લઈને દરેક યુવતી મનમાં ને મનમાં એવું ઈચ્છે છે કે તેનો બૉયફ્રેંડ તેને કહ્યા વગર તે ચીજો તેની સાથે કરે. તો જાણો દરેક યુવતીને પોતાના બૉયફ્રેંડ પાસેથી હોય છે આ 5 વાતોની આશા…

રિલેશન શિપમાં કોઈ પણ યુવતીને સૌથી મોટી આશા આ વાતની હોય છે કે તેનો બૉયફ્રેંડ સવારથી સાંજ સુધીના સમયમાં તેની કેયર કરે. આ વાતમાં માત્ર સવારથી સાંજ સુધીના સમયમાં કેયરની વાત નથી, પરંતુ બૉયફ્રેંડ દ્ધારા સવારે ગુડ મૉર્નિંગ અને ગુડનાઈટ વિશ કરવાની પણ છોકરીઓને ઈચ્છા હોય છે.

કહેવામાં અને સાંભળવામાં આ વાત નાની લાગતી હોય, પરંતુ બૉયફ્રેંડનું ગુડ મૉર્નિંગ અને ગુડનાઈટ વિશ કરવાનું પણ ગર્લફ્રેંડને એક સુખદ અહેસાસ આપે છે. એમાં અમુક છોકરીઓને ગુડ મૉર્નિંગ કહેવાથી તેમનો દિવસ બની જાય છે. તો અમુક છોકરીઓને બોંયફ્રેંડના ગુડનાઈટ વિશ પછી સારી ઉંધ આવે છે.

આમ જોવા જઈએ તો પ્રેમનો એકરાર કરવામાં દરેક છોકરાઓ માહેર હોય છે. પરંતુ તેમ છતાં સૌથી વધુ છોકરીઓની ઈચ્છા હોય છે કે તેનો બોયફ્રેંડને કહ્યા વગર તે તેને કિસ કરે. આટલું જ નહીં તેની સાથે છોકરીઓને પોતાના બૉયફ્રેંડ પાસેથી નાની મોટી ગિફ્ટની ઈચ્છા હોય છે. અને તેમાં પણ ખાસ કરીને સૉફ્ટ ટ્વૉયજ જેને તે ગળે લગાવીને આખી રાત સૂઈ શકે..

સામાન્ય રીતે ફોટો ખેંચાવવાનો શોખ દરેક લોકોને હોતો નથી, પરંતુ જ્યારે વાત છોકરીઓની આવે ત્યારે ફોટો ખેંચાવવાનો શોખ તેમને ભરપૂર હોય છે. જેથી સોશિયલ મીડિયાના જમાનામાં લગભગ દરેક ગર્લફ્રેંડ પોતાના બૉયફ્રેંડની સાથે વિતાવેલી દરેક ક્ષણને કેમેરામાં કેદ કરવા માંગે છે અને તેને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર અપલોડ કરવા માંગે છે.

આમ જોવા જઈએ તો પોતાની પ્રશંસા સાંભળવાનું કોને ગમતું નથી? પરંતુ જો વાત છોકરીઓની આવે અને ખાસ કરીને ગર્લફ્રેંડની હોય તો તેની ઈચ્છાઓ અનેક ઘણી વધી જાય છે. અને તેનો બૉયફ્રેંડ નાની-નાની ચીજો એટલે કે કપડાંથી લઈને તેના નેચર સુધીની પ્રશંસા કરે. સાથે સાથે તે વારંવાર તેને એ અહેસાસ અપાવતો રહે કે તે તેને કેટલો પ્રેમ કરે છે?

તેની સાથે યુવતીઓને એ પણ ઈચ્છા હોય છે કે તેનો બૉયફ્રેંડ તેને જાન, બાબૂ, સોના જેવા ક્યૂટ નામોથી બોલાવે..