રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. ગુજરાતી સિનેમા
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ
Written By શૈફાલી શર્મા|

અરૂણા ઈરાની

1961 માં ગંગા જમુના ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હેલન અને બિંદુ જેવી તે સમયની ખ્યાત ખલનાયિકાઓની હોળમાં પોતાની એક અલગ છબી બનાવનારી આ નાયિકાએ આસરે 300 ફિલ્મોં કરી છે. જેમાં 12 મરાઠી અને 12 ગુજરાતી ફિલ્મોં પણ સામેલ છે. બૉલીવુડમાં જેમ અમિતાભ બચ્ચન એંગ્રી યંગમેન કહેવાય છે તે જ રીતે અરૂણા ઈરાની આપણા ગૉલીવુડમાં એંગ્રી વુમનનાં રૂપમાં જાણીતી છે.

તેમને “પેટ પ્યાર ઔર પાપ” અને “બેટા” માટે બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસ એવાર્ડ પણ મળ્યા છે. જીવનનાં 35 વરસ સિનેમા ને આપ્યા પછી આ અભિનેત્રી હવે ડાયરેક્ટરનાં રૂપમાં પગલાં જમાવી રહી છે. તેમનાં ડાયરેક્શનમાં બનેલું ટીવી સીરિયલ “જિસ દેશ મેં નિકલા હોગા ચાંદ” એ ઘણી પ્રસિધ્ધી મેળવી હતી. ડાયરેક્શનનો આ ગુણ તેમને કદાચ તેમનાં ડાયરેક્ટર પતિ કુકુ કોહલીથી જ મળ્યો હશે. તે સિવાય તેમનો ભાઈ ઈંદ્ર કુમાર પણ એક સ્થાપિત નિર્દેશક છે.

પોતાના અભિનયનાં સફરમાં તેમણે ખલનાયિકા સિવાય બેન, માતા, અપર માતા, સાસુમા અને ડાંસરની ભૂમિકાઓ કરી છે અને દર્શકોએ તેમને દરેક ભૂમિકામાં સહર્ષ સ્વીકાર અને પસંદ પણ કરી છે. હમણા પણ તેઓ ટીવી સીરિયલમાં નિર્દેશનની સાથે અભિનય પણ કરી રહ્યા છે.

તેમની પ્રમુખ ફિલ્મોં આ પ્રમાણે છે -

ગંગા જમુના (1961)
ઉપકાર (1967)
કારવાં (1971)
અંદાજ (1971)
બૉમ્બે ટૂ ગોઆ (1972)
બૉબી (1973)
રોટી કપડા ઔર મકાન (1974)
મિલી (1975)
નાગિન (1976)
શાલીમાર (1978)
કુર્બાની (1980)
કર્જ (1980)
અંગૂર (1982)
શહંશાહ (1988)
દયાવાન (1988)
ચાલબાજ (1989)
સુહાગ (1994)
હસીના માન જાએગી (1999)
બુલંદી (2000)
હમ તુમ્હારે હૈ સનમ (2002)