અર્જુન રામપાલ : જજ બનવુ સહેલું નથી

P.R
ડાંસ રિયાલિટી શો 'નચ બલિયે' નો ચોથો ભાગ શરૂ થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ દર્શકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે, કારણ કે આ શો મા સેલિબ્રિટીજ ડાંસ કરીને દર્શકોને ખુશ કરવાની કોશિશ કરે છે.

આ શોના જજ પણ હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. સરોજ ખાન, ફરહાન અખ્તર, કુણાલ કોહલી, મલાઈકા અરોરાએ હંમેશા પોતાની સચોટ ટિપ્પણીયો આપી છે. હવે આ વખતે જજની ખુરશી પર અર્જુન રામપાલ જોવા મળશે.


નાના પડદાં પર પહેલા એ કલાકારો જ આવવાનુ પસંદ કરતા હતા, જેમની પાસે મોટા પડદાં કામ નહોતુ હોતુ. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. નાના પડદાં પર ઓછા સમયે વધુ ધન મેળવવાની લાલચ મોટા પડદાંના કલાકારોને આકર્ષિત કરી રહ્યુ છે. ફક્ત ખુરશી પર બેસીને આટલુ ઘન મળે તો પછી મોટા પડદાં માટે શુ કામ મહેનત કરે.

અર્જુનને જ્યારે આ ઓફર મળી ત્યારે તે વિચારમાં પડી ગયા. તેમણે કદાચ બીક લાગી હશે કે તેઓ ટીવી પર દેખાવા માંડશે તો લોકો તેમને ફાલતૂ સમજી લેશે. આ બાબતને લઈને તેમની ખાસ મિત્ર ફરહા ખાને તેમની મદદ કરી. તેમની વાત માનતા અર્જુને આ શો માં જજની ભૂમિકા માટે હા પાડી દીધી.

અર્જુનનુ કહેવુ છે કે તેમનો નિર્ણય લેવામાં સમય એ માટે લાગ્યો કે તેઓ ફિલ્મોમાં વ્યસ્ત છે. તેઓ નાના અને મોટા પડદાંમાં કોઈ ભેદ નથી કરતા. બોલીવુડના બધા દિગ્ગજો ટીવીના નાના પડદા પર આવી રહ્યા છે પછી તેમને શું વાંધો હોઈ શકે.

અર્જુનનુ કહેવુ છે કે આ શો ની તારીખ કાંઈક એવી રીતે આયોજિત કરવામાં આવી છે કે તેમના વ્યસ્ત શેડ્યુલ પર કોઈ ખાસ અસર નહી પડે. અર્જુનનુ માનવુ છે કે જજ બનવુ ભલે સહેલુ લાગતુ હોય પરંતુ આ એક મુશ્કેલ કામ છે.

વેબ દુનિયા|
તેઓ નૃત્યની ટેકનીક અંગે વધુ નથી જાણતા, તેથી તેઓ પ્રતિયોગિયોની ઉર્જા, પરસ્પર તાલમેલ અને સમગ્ર પ્રદર્શન પર નજર રાખશે. અર્જુનના પ્રશંસકો માટે આ એક અનોખી ભેટ હશે કારણ કે દરેક અઠવાડિયે અર્જુન તેમને દર્શન આપશે.


આ પણ વાંચો :