રવિવાર, 17 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. ગુજરાતી સિનેમા
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ
Written By શૈફાલી શર્મા|

કલ્યાણજી આનંદજી

ગુજરાતી પરિવેશમાં જન્મેલા આ બે ભાઈયો જ્યારે કચ્છથી મુંબઈ આવ્યા તો પિતાની માત્ર એક કિરાણાની દુકાન હતી. પિતાએ સંગીતની તાલીમ આપવા જે ટીચર રાખેલો તેને જ સંગીતનું કોઇ જ્ઞાન ન હતું. કદાચ દાદા પાસેથી મેળવેલી લોકસંગીતની શિક્ષા પ્રેરણા બની અને તેઓને પ્રસિદ્ધ સંગીતકાર બનાવ્યા.

1970 નાં એક્શન ફિલ્મોંનાં દસ્કામાં આ જોડીએ સંગીત જગતમાં ધૂમ મચાવી હતી. વારસામાં મળેલી લોકસંગીતની શિક્ષાથી પ્રેરણા લઇ આ જોડીએ લોકસંગીતને ગુજરાતી અને હિન્દી ફિલ્મોંમાં જગ્યા અપાવી. આ જોડીની સૌથી વધારે પ્રસિદ્ધ ફિલ્મોંમાં ડૉન, સરસ્વતિચન્દ્ર અને સફર ઉલ્લેખનીય છે.

1990 અને 2000 નાં સમયગાળામાં આવેલા ત્રણ આલબમથી કલ્યાણજી અને આનંદજીએ પશ્ચિમમાં પણ લોકોનાં દિલો પર રાજ કર્યું છે. “બૉમ્બે ધી હાર્ડ વે: ગંસ, કાર્સ એંડ સિતાર્સ”, “ધી બિગિનર્સ ગાઈડ ટૂ બૉલીવુડ” અને “બૉલીવુડ ફંક”.

24 ઓગસ્ટ 2000માં આ જોડી તૂટી ગઈ જ્યારે કલ્યાણજીભાઇ મૃત્યુ પામ્યાં. તેમનાં સમયનો પ્રસિદ્ધ રેડીયો કાર્યક્રમ બીનાકા ગીતમાલામાં આ જોડીનાં ગીતો સદા ટૉપ પર રહેતા હતાં.

તેમના દ્વારા સંગીતબદ્ધ પ્રસિદ્ધ ગીતો આ પ્રમાણે છે -

આપ જૈસા કોઈ મેરી જીંદગી મેં આએ (કુર્બાની),
બેખુદી મેં સનમ (હસીના માન જાએગી),
ફૂલ તુમ્‍હે ભેજા હે ખતમેં(સરસ્‍વતિચંદ્ર),
ચંદન સા બદન (સરસ્વતિચંદ્ર),
ડમ ડમ ડિગા ડિગા (છલિયા),
જીવન સે ભરી તેરી આંખે (સફર),
જો તુમકો હો પસંદ વહી બાત કરેંગે (સફર),
કસમે વાદે પ્યાર વફા સબ (ઉપકાર),
સલામે ઈશ્ક મેરી જાન (મુકદ્દર કા સિકંદર),
તિરછી ટોપીવાલે (ત્રિદેવ),
યે મેરા દિલ ( ડૉન),
માય ગુરૂ ( થીકર ધેન વૉટર)
વગેરે....