મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગુરૂપૂર્ણિમા
Written By
Last Updated : શનિવાર, 4 જુલાઈ 2020 (20:31 IST)

Guru Purnima 2020 - જાણો મહત્વ અને કોણે કહેવાય છે બ્રહ્માંડના પ્રથમ ગુરૂ

વિવિધતાથી ભરેલા દરેક સંબંધને સન્માન આપવુ અને તેમને કૃતજ્ઞતાને વ્યક્ત કરવા માટે કોઈ ને કોઈ તહેવાર કે પછી કોઈને કોઈ પ્રસંગ ચોક્કસ છે. આ રીતે ગુરૂ પૂર્ણિમાનો તહેવાર આખા દેશમા ધૂમધામ સાથે ઉજવાય  છે.  અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના રોજ ગુરૂ પ્રત્યે આદર સન્માન અને પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાના તહેવારના રૂપમાં ઉજવાય છે.  આ વખતે ગુરૂ પૂર્ણિમા 5 જુલાઈ એટલે કે રવિવારે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરૂને દેવતા સમાન મનાય છે  ગુરૂને હંમેશાથી જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાન પૂજ્ય માનવામાં આવે છે. 
 
મહર્ષિ વેદવ્યાસને સમર્પિત છે આ તહેવાર  
 
વેદ, ઉપનિષદ અને પુરાણોનુ પ્રણયન કરનારા વેદ વ્યાસજીને માનવ જાતિના ગુરૂ માનવામાં આવે છે. મહર્ષિ વેદવ્યાસનો જન્મ અષાઢ પૂર્ણિમાના રોજ લગભગ 3000 ઈ. પૂર્વમાં થયો હતો. તેમના સન્માનમાં જ દર વર્ષે અષાઢ શુક્લ પૂર્ણિમાના રોજ ગુરૂ પૂર્ણિમા ઉજવાય છે. ઘણા લોકો આ દિવસે વ્યાસજીના ચિત્રનુ પૂજન અને તેમના દ્વારા રચિત ગ્રંથોનો અભ્યાસ કરે છે. ઘણા મઠો અને આશ્રમોમાં લોકો બ્રહ્મલીન સંતોની મૂર્તિ કે સમાધીની પૂજા કરે છે. 
 
 
ગુરૂ પૂર્ણિમાનું મહત્વ - ગુરૂ પૂણિમાના દિવસે ઘણા લોકો પોતાના દિવંગત ગુરૂ અથવા બ્રહ્મલીન સંતોની ચિતા કે તેમની પાદુકાનુ ધૂપ, દીપ, પુષ્પ, ચોખા, ચંદન, નૈવેદ્ય વગેરેથી વિધિપૂર્વક પૂજન કરે છે.  ગુરૂને બ્રહમ કહેવામાં આવે છે.  કારણ કે જે રીતે તે જીવનુ સર્જન કરે છે. ઠીક એ જ રીતે ગુરૂ  શિષ્યનુ સર્જન કરે છે.  આપણી આત્મા ઈશ્વર રૂપી સત્યનો સાક્ષાત્કાર કરવા માટે બેચેન છે. અને આ સાક્ષાત્કાર વર્તમન શરીરધારી પુર્ણ ગુરૂને મળ્યા વગર શક્ય નથી. તેથી દરેક જન્મમાં તે ગુરૂની શોધ કરે છે. 
 
શિવ છે સૌથી પહેલા ગુરૂ  - પુરાણો મુજબ ભગવાન શિવ સૌથી પહેલા ગુરૂ માનવામાં આવે છે. શનિ અને પરશુરામ તેમના બે શિષ્ય છે. શિવજીએ જ સૌ પહેલા ઘરતી પર સભ્યતા અને ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો હતો. તેથી તેમને આદિદેવ અને આદિગુરૂ કહેવામાં આવે છે.  શિવને આદિનાથ પણ કહેવામાં આવે છે.   આદિગુરૂ શિવે શનિ અને પરશુરામ સાથે 7 લોકોને જ્ઞાન આપ્યુ. આ જ આગળ જઈને સાત મહર્ષિ કહેવાયા અને તેમને આગળ જઈને શિવનુ જ્ઞાન ચારે બાજુ ફેલાવ્યુ.