રવિવાર, 17 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હનુમાન જયંતી
Written By
Last Updated : શુક્રવાર, 19 એપ્રિલ 2024 (12:52 IST)

Hanuman Jayanti 2024: હનુમાન જયંતી ક્યારે છે, 23 કે 24 એપ્રિલ ? જાણી લો સાચી તારીખ અને પૂજાનુ શુભ મુહુર્ત

Hanuman Jayanti 2024: પ્રભુ રામના પરમ ભક્ત હનુમાનજી સારા સંકટોને હરનારા છે. સંકટમોચક હનુમાનજીની કૃપા મેળવવા માટે મંગળવારનો દિવસ વિશેષ હોય છે.  આ ઉપરાંત  વર્ષમાં કેટલાક એવા પ્રસંગો આવે છે જે બજરંગબલીની વિશેષ કૃપા અપાવે છે. આમાં હનુમાન જયંતિ અથવા હનુમાન જન્મોત્સવનો દિવસ પણ સામેલ છે. હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ કે હનુમાન જયંતિ ક્યારે છે અને સંકટમોચક હનુમાનજીની પૂજા કરવાનુ શુભ મુહુર્ત શુ છે. 
 
હનુમાન જયંતી ક્યારે છે 
 
પંચાગ મુજબ, ચૈત્ર પૂર્ણિમા 23 એપ્રિલ 2024ના રોજ સવારે 03:25 વાગ્યે શરૂ થશે અને 24 એપ્રિલ 2024ના રોજ સવારે 05:18 વાગ્યે સમાપ્ત થશે. આ રીતે, ઉદયા તિથિ અનુસાર, 23 એપ્રિલ, મંગળવારે હનુમાન જયંતિ ઉજવવામાં આવશે. મંગળવાર અને શનિવાર ભગવાન હનુમાનને સમર્પિત હોવાથી જ્યારે પણ હનુમાન જયંતિ મંગળવાર કે શનિવારે આવે છે ત્યારે તેનું મહત્વ વધુ વધી જાય છે.
 
હનુમાન જયંતિ શુભ મુહુર્ત 
હનુમાન જયંતિ પર બજરંગબલીની પૂજા કરવાના 2 શુભ મુહુર્ત છે. હનુમાન જયંતિ પર પૂજા માટેનો પહેલો શુભ સમય 23 એપ્રિલના રોજ સવારે 09:03 થી બપોરે 01:58 સુધીનુ છે અને બીજુ  શુભ મુહુર્ત 23મી એપ્રિલે રાત્રે 08:14 થી 09:35 સુધીનુ છે.
 
હનુમાન જયંતિ નહી  જન્મોત્સવ  
 
પૌરાણિક કથાઓ અનુસાર, હનુમાનજી આજે પણ પૃથ્વી પર ભૌતિક રીતે વિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી ગંધમાદન પર્વત પર રહે છે. તેથી જ હનુમાનજીને કળિયુગના જાગૃત દેવતા કહેવામાં આવે છે. જે લોકો મૃત્યુ પામ્યા છે તેમની જન્મજયંતિ ઉજવવામાં આવે છે, પરંતુ હનુમાનજી હજુ પણ પૃથ્વી પર છે, તેથી તેમના જન્મદિવસને જન્મોત્સવ તરીકે ઓળખવો યોગ્ય રહેશે. તેથી જ ઘણા લોકો હનુમાન જયંતિને હનુમાન જન્મોત્સવ કહે છે. 
 
 હનુમાન જયંતિ પૂજા વિધિ 
હનુમાન જયંતિની સવારે વહેલા સ્નાન કરો અને ઉપવાસ અને પૂજા કરવાનો સંકલ્પ લો. આ દિવસે નારંગી અથવા લાલ રંગના કપડાં પહેરો. ત્યારબાદ શુભ મુહૂર્તમાં હનુમાનજીની પૂજા કરો. તેને માટે ઉત્તર-પૂર્વ દિશામાં પાટલા પર લાલ કપડું પાથરો  અને હનુમાનજીની સાથે શ્રી રામજીનું ચિત્ર સ્થાપિત કરો. હનુમાનજીને લાલ ફૂલ અને રામજીને પીળા ફૂલ ચઢાવો.. ત્યારબાદ ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. હનુમાનજીને સિંદૂર ચઢાવો. લાડુ ચઢાવો. હનુમાન જીના મંત્ર ઓમ હં હનુમતે નમઃ નો જાપ પણ કરો. હનુમાન ચાલીસા વાંચો, બજરંગ બાણનો પાઠ કરો. અંતે હનુમાનજીની આરતી કરો અને દરેકને પ્રસાદ વહેંચો.