શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય લેખ
Written By
Last Updated : ગુરુવાર, 18 જૂન 2015 (12:11 IST)

પર્સમાં એટીએમની રસીદ રાખો છો તો જાણી લો આ નુકશાન

એટીએમમાંથી નીકળેલી રસીદ કે હોટલમાંથી મળેલા બિલને જો તમે સંભાળીને રાખો છો ,તો થોડા સાવધાન થઈ જાવ. આ બિલ તમને કેંસર જેવી ગંભીર બીમારી આપી શકે છે. 
 
બિલ અને એટીએમ મશીનમાં પ્રિંટ થતા કાગળ પર બાયસ્ફીનાલ (બીપીએ) નામના કેમિકલનું કોટિંગ હોય છે. 
 
આ કેમિકલ ઝેરી હોય છે, જે ઝડપથી આપણી ત્વચામાં અવશોષિત થાય  છે. લોહીમાં પહુંચીને આ કેમિકલ કેંસર ,ડાયાબિટીજ ,જાડાપણું ,હાર્મોનલ ડિસ્ટરબેંસ જેવી સમસ્યાઓને જ્ન્મ આપી શકે છે. 
 
શોધકર્તાઓનો દાવો છે કે આના સંપર્કમાં આવતી મહિલાઓમાં પ્રજનન  સંબંધી સમસ્યા કે  ગર્ભપાત પણ થઈ શકે છે. મુખ્ય  શોધકર્તા મુજબ એટીએમની રસીદ ,ડેબીટ કાર્ડની રસીદ રેસ્ટરોંટનું  બિલ ,એયર ટિકિટ વગેરે પર આ ખતરનાક કેમિકલ પ્રયોગમાં લેવામાં આવે છે. 
 
અનેક કંપનીઓ પેક્ડ ભોજન અને બીજા  ઉત્પાદોના બિલો પર પણ આનો પ્રયોગ કરી રહી છે. આ કેમિકલને બેન કરવાની માંગ થઈ રહી  છે. 
 
શોધમાં જંણાવ્યુ કે આ કેમિકલ મુખ જ નહી પણ હાથના સહારે પણ શરીરમાં પ્રવેશ કરી રહ્યા છે. જે ચિંતાનું કારણ છે. જો પ્રિંટેડ બિલ સંભાળીને રાખો છો તો ,ધ્યાન રાખો.  કારણ કે એમાં વપરાતા ખાસ કેમિક્લ તંદુરસ્તી બગાડી શકે છે.