શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Modified: સોમવાર, 14 માર્ચ 2022 (13:39 IST)

Holi Special - ભંગોરીયું એટલે પ્રેમી પ્રેમિકાને ભાગી જવા માટેનો અવસર આપતો મેળો એ તથ્ય વગરની માત્ર રોમાંચક કલ્પના....

ભંગોરિયા નામને લીધે ઘણાં લોકો છોકરા છોકરીના મન મળી જવા અને છોકરા દ્વારા છોકરીને ભગાડી જવા સાથે જોડે છે. જો કે એ સાવ કોરી કલ્પના છે.આદિવાસી સમુદાયમાં છોકરા કે છોકરી માટે માંગુ નાંખવા થી લઈને લગ્ન સુધી ખૂબ સુસ્થાપિત સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓ અને રસપ્રદ રીતરિવાજો છે અને તેને લગતું સામાજિક બંધારણ છે. ભંગોરિયું કે ભગોરિયું એ હોળી મેળાઓ ની પરંપરાનો ભાગ છે એને ભાગીને લગ્ન કરવા સાથે કોઈ સંબંધ નથી.આ એક રમણીય માન્યતા થી વિશેષ કશું નથી.
 
એક સમયે એવું લાગતું હતું કે શહેરમાં નિવાસ અને શિક્ષણને લીધે નવી પેઢીના યુવાનો અને યુવતીઓ આ પરંપરાગત વસ્ત્રો,આભૂષણો, રીવાજો અને તહેવારો થી વિમુખ થઈ જશે.જો કે સદનસીબે એવું થયું નથી.શહેરી અને સુશિક્ષિત યુવા યુવતીઓમાં પોતાના એ વારસાગત વસ્ત્રો,આભૂષણો અને પરંપરાઓ માં રસ જાગ્યો છે,તેઓ લગ્ન પ્રસંગો માટે એ બધું શિવડાવે અને ખરીદે છે તથા પર્વો મેળાઓમાં બેઝિઝક પહેરી,સજીને મહાલે છે.આ યુવા  અભિરુચિ આ પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખશે.