બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By

Holi- ઈકો ફ્રેંડલી હોળી ઉજવો , આવો બનાવીએ હર્બલ રંગ હોળી માટે

કેમિકલ યુક્ત હોળીના રંગ તમારી ત્વચા સ્કિન , વાળ માટે હાનિકારક   સિદ્ધ થઈ શકે છે. આથી બચવા માટે ઘરે બેસા બનાવો અને મનાવો ઈકો ફ્રેંડલી હોળી. 
 
પીળા રંગ - પીળા રંગ ગેંદાના ફૂળને વાટીને પાણીમાં નાખી દો. પીળા રંગ થઈ જશે તૈયાર. આ રીતે જ પાણીમાં હળદર કે ચણાના લોટ નાખી પણ તમે પીળા રંગ બનાવી શકો છો. 
 
લીલો રંગ - લીલા રંગ માટે ઘઉંના લોટમાં મેંહદી પાઉડર નાખી દો લીલો રંગ તૈયાર છે. લીલા રંગ માટે લીલી શાકના પાંદડાવાળીને ધૂપમાં સુકાવીને વાટી લો. તૈયાર પાઉડરને પાણીમાં મિક્સ કરી દો. 
 
કેસરિયો રંગ બનાવવા માટે સંતરાના છાલટાને વાટી પાણીમાં નાખી દો.પછી કપડાથી ચાળી લો. કેસરિયો રંગ તૈયાર છે. 
 
ભૂરો રંગ (બ્લૂ) રંગ માટે પ્રાકૃતિક બ્લૂ રંગના ફૂળનો ઉપયોગ કરી શકો છો. 
 
જાંબળી- જાંબળી રંગ માટે બીટને કાપી થોડી વાર માટે પાણીમાં મૂકી દો પછી એને કાઢી લો તૈયાર છે જાંબળી રંગ.