1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

હેલ્થ કેર - ઉનાળામાં પરસેવાથી છુટકાર મેળવવાની ટિપ્સ

P.R
એકવાર પહેરેલા વસ્ત્રો ધોયા વગર કબાટમાં ન મૂકો. ધોયા વગરના વસ્ત્રો કબાટમાં મૂકવાથી દુર્ગંદ પેદા કરતા બેક્ટેરિયા સક્રિય થઇને વસ્ત્રોમાં વધુ દુર્ગંધ પેદા દરી દેશે. શરીરની સાફ-સફાઇનું તો વિશેષ ધ્યાન રાખવું.

- લીમડાયુક્ત સાબુથી જ નાહશો તો ઉત્તમ રહેશે. જ્યાંસુધી શક્ય હોય ત્યાંસુધી તડકાથી બચો. વસ્ત્ર એવા પહેરો જે શરીર સાથે ચોંટે નહીં કારણ કે ટાઇટ વસ્ત્રોમાં વધુ પરસેવો વળે છે અને યોગ્ય રીતે હવાની અવરજવર નથી રહેતી માટે તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે.

- સિન્થેટિક વસ્ત્રો ન પહેરતા સુતરાઉ વસ્ત્રો પહેરશો તો વધુ સારું રહેશે. તળેલા અને મસાલાયુક્ત પદાર્થો ન ખાશો. ઋતુગત ફળોનું સેવન કરો.

જડીબુટ્ટી દ્વારા ઉપચાર -

- બાવળના પાંદડા અને આમલાને બરાબર મિક્સ કરી દળી લો.આ ચૂરણની આખા શરીર પર માલિશ કરો અને થોડા સમય બાદ સ્નાન કરી દો. નિયમિત રીપે આનો પ્રયોગ કરવાથી થોડા દિવસોમાં પરસેવો આવવાનું બંધ થઇ જશે.

- પરસેવાની દુર્ગંધ દૂર કરવા માટે બીલીપત્રના રસનો લેપ શરીર પર લગાવો.

- અરડૂસીના પાંદડાના રસમાં થોડું શંખ ચૂરણ નાંખી શરીર પર લગાવવાથી પણ પરસેવાની અસહ્ય દુર્ગંધ દૂર થઇ જાય છે.