1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2015 (12:24 IST)

પાર્કિસન રોગ અને ઘરેલુ ઉપચાર

હળવા સ્ટ્રોક જેને મેડિકલ ભાષામાં સાઇલન્ટ સ્ટ્રોકના નામથી ઓળખવામાં આવે છે. આવા સ્ટ્રોકને ઘણી વાર દર્દી માટે બહુ  ગંભીરતાથી લેવામાં આવતા નથી.
 
ઇંગ્લેન્ડના માનચેસ્ટર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને એ સાબિત કર્યું છે કે, ગંભીર પ્રકારના સ્ટ્રોકની શરૂઆત હળવા સ્ટ્રોકથી જ થતી હોય છે અને ક્યારેક આવા સ્ટ્રોક પાર્કિસન્સની બીમારી લઇને આવતા હોય છે.
 
સંશોધકોનું કહેવું છે કે, જે લોકો દેખીતા સ્વસ્થ લાગતા હોય તે પણ હળવા સ્ટ્રોકનો ભોગ બની શકે છે. માનચેસ્ટર યુનિવર્સિટીના સંશોધકોએ આશરે 980 જેટલા લોકો પર સંશોધન કર્યું. આ એવા લોકો હતા જેઓને ક્યારેક ને ક્યારેક હળવા સ્ટ્રોક આવ્યા હતા. આ હળવા સ્ટ્રોક આવેલા લોકોમાં પાર્કિસન લક્ષણો પણ જોવા મળ્યા હતા.
 
હળવો સ્ટ્રોક એ એવી પરિસ્થિતિ છે જેમાં મગજની કોઈ નસમાં થોડી વાર માટે લોહીનું પરિભ્રમણ અટકી જાય છે તેને હળવો સ્ટ્રોક કહેવાય છે.  સામાન્ય રીતે લોકોને આ પરિસ્થિતિની જલદી ખબર પડતી નથી.
 
પાર્કિસન રોગના 10 ઘરેલુ ઉપચાર  
 
- ગ્રીન ટી શરીરના ટીસ્યુ અને નર્વસ સીસ્ટમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. 
 
- હળદર બળતરા અને સોજો દૂર કરવામાં મદદરૂપ અને antimicrobial એંટીમાઈક્રોબીયલ ઈલાજ છે.
 
- ભાંગના બીજ (Hemp seeds)માં પુષ્કળ પ્રમાણમાં ઓમેગા 3 ફેટી એસિડ રહેલુ છે. 
 
- બ્રાહ્મી મગજમાં લોહીનુ પરિભ્રમણ સુધારીને બ્રેઈન સેલ્સને ડેમેજ થતા બચાવે છે 
 
-  પીળા ફુલવાળુ ચીની ઝાડ (Gingko Biloba)  મગજમાં લોહી પહોંચાડવાની પ્રક્રિયા વધારે છે. 
 
- એવો ખોરાક ખાવ જેમાં પુષ્કળ પ્રમાણમાં antioxidants હોય જેવી કે બ્લુબેરી અને લીંબુ 
 
- ફીશ, (whole grains) બધા પ્રકારના અનાજ અને રેડ મીટને ખોરાકમાં સામેલ કરો.  
 
- મસાજ મસ્કલ ટેંશન અને સ્ટીફનેસ ઘટાડવામાં મદદરૂપ છે. 
 
- મેડિટેશન અને યોગા મગજ અને શરીરમાંથી થાક અને ટેંશન ઘટાડવામાં મદદરૂપ છે. 
 
- રોજ લગભગ અડધો કલાક રેગ્યુલર કસરત કરો