ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

વાયરલ ફીવર દૂર કરવા અપનાવો આ ઘરેલુ ઉપચાર

ઋતુ બદલાય રહી છે. ક્યારેય વાદળ આવી જાય છે તો ક્યારેક અચાનક વરસાદ થવા માંડે છે. તો ક્યારેક તડકો નીકળી જાય છે અને ગરમી વધવા માંડે છે.  આવી ઋતુમાં વાયરલ ફીવર થવાનો ખતરો સૌથી વધુ હોય છે.  આમ તો એકવાર તાવની ચપેટૅમાં આવતા ડોક્ટર પાસે જવુ જ પડે છે. પણ આજે અમે તમને કેટલાક એવા ઘરેલુ ઉપાય બતાવી રહ્યા છે જેની મદદથી તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા સારી થશે અને તાવ પણ જલ્દી ભાગી જશે. આવો જાણીએ આ ઉપાયો વિશે.. 
 
આદુ - આદુ પણ શરીર માટે ખૂબ લાભકારી હોય છે. આ આપણા શરીરમાં ગરમી પણ પૈદા કરે છે.  મૌસમી તાવમાં આદુનો કાઢો બનાવીને સેવન કરવામાં આવે છે આ માટે તમે આદુની સાથે થોડી હળદર ખાંડ અને કાળા મરીનો પાવડર મિક્સ કરીને તેનો કાઢો બનાવી લો. તેનાથી તમારો તાવ જલ્દી ઠીક થઈ જશે. 
 
તુલસી - તુલસીનો છોડ ખૂબ ઉત્તમ માનવામાં આવે છે. તુલસીથી ઘરનુ વાતાવરણ સ્વચ્છ  અને શુદ્ધ થાય છે. તુલસીના પાનનો પ્રયોગ કરી તમે તમારા તાવમાં પણ છુટકારો 
મેળવી શકો છો. તમે એક વાસણમાં પાણી નાખીને તેમા વાટેલી થયેલ લવિંગ અને તુલસીના પાનને નાખીને ઉકાળવુ પડશે અને તમે દર બે કલાકના અંતરમાં આ પાણીનુ સેવન કરતા રહો. 
 
મધ અને લસણ - એવુ કહેવાય છે કે લસણની કેટલીક કળીને મધમાં નાખીને છોડી દો અને થોડા સમય પછી તેનુ સેવન કરવુ ચાલુ કરી દો. જલ્દી જ આ નુસ્ખો તમારા તાવને ભગાડી દેશે.