દાદીમાની પોટલી - રોજ ખાવ ઈલાયચી નહી થાય કોઈ પરેશાની
ભારતીય ખોરાક મસાલેદાર હોવાને કારણે દુનિયાભરમાં જાણીતો છે. જેમા અનેક મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આ મસાલામાં ઈલાયચી પણ છે જે પોતાના સ્વાદ માટે જ નહી પણ પોતાના બીજા અનેક ગુણો માટે પ્રચલિત છે. આજે અમે તમને ઈલાયચી સાથે જોડાયેલ કેટલાક સ્વાસ્થ્ય લાભ વિશે બતાવી રહ્યા છીએ. ઈલાયચીના સેવનથી અનેક સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓમાં મદદ મળે છે.
1. ઈલાયચીને મોટાભાગે શ્વાસની દુર્ગંધ અને હાજમો ઠીક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત જો તમે ઈલાયચીને ઉકાળીને સવારે ચા સાથે લેશો તો તમારા શ્વાસની દુર્ગંધની સમસ્યા પણ દૂર થઈ જશે.
2. પેટની બળતરા, પેટ ફુલવુ અને ગેસની સમસ્યાને દૂર કરવા માટે ઈલાયચીનુ સેવન કરો.
3. રોજ ઈલાયચીનુ સેવન કરવાથી બ્લડ સર્કુલેશન ઠીક રહે છે. જેનાથી તમે અસ્થમા અને શ્વાસ સંબંધી રોગોમાં પણ રાહત મેળવી શકો છો.
4. ઈલાયચીની તાસીર ગરમ હોય છે તેથી તેને ખાવાથી શરદી અને તાવ પણ ઓછો થાય છે. ઈલાયચી જામેલા કફને બહાર કાઢવામાં મદદ કરે છે.
5. ઈલાયચીમાં ભરપૂર પ્રમાણમાં ઝિંક અને આયરન હોય છે જે શરીરમાં વિટામિન સી અને અન્ય લોહી સાથે જોડાયેલ સમસ્યાને ઓછી કર છે.
6. ઈલાયચીમાં રહેલ મેગનીઝ શરીરમાંથી ટૉક્સિનને બહાર કાઢે છે. જેનાથી શરીરને કેંસર જેવી મોટી બીમારીઓ સામે લડવાની ક્ષમતા મળે છે.
7. ઈલાયચીમાં પોટેશિયમ મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા ખનિજ પદાર્થ રહેલા છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે.
8. ઈલાયચીને ઉકાળીને તેને ચા પીવાથી ડિપ્રેશન દૂર થાય છે.