1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

home tips- આ ટીપ્સ છે ખૂબજ કામની

કેળા મોડા સુધી તાજા રહેશે - જો તમે કેળાને વધુ સમય માટે તાજા રાખવા માંગતા હોય તો કેળાને પેપરમાં લપેટીને ફ્રીજમાં મુકી દો. આવુ કરવાથી કેળા જલ્દી નરમ નહી પડે અને ખાવા લાયક રહેશે.

કોક્રોચ દૂર કરવા - ઘર અને કિચનમાંથી કોક્રોચ(વંદા)ને દૂર રાખવા બોરિક પાવડરને ઘરના દરેક ખૂણામાં છાંટી દો. બોરિક પાવડર કોક્રોચને દૂર રાખવામાં અસરકારક છે.

લસણના છાલટા ઝડપથી કાઢવા - લસણને થોડીવાર સુધી માઈક્રોવેવમાં મુકવાથી તેના છાલટાં સહેલાઈથી નીકળી જાય છે. લસણને 15 મિનિટ પાણીમાં ડૂબાડી રાખવાથી પણ લસણ જલ્દી છોલાય છે.

દૂધ ખરાબ નહી થાય - દૂધ ઉકાળતી વખતે તેમા અડધી ચમચી બેકિંગ સોડા(સોડિયમ બાયકાર્બોનેટ) નાખી દો. દૂધ ઠંડુ થયા પછી ફ્રિજમાં નહી મુકો તો પણ દૂધ ખરાબ નહી થાય.