શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

Try this : આટલા હેલ્ધી ઘરેલુ ઉપાયો અજમાવો

પફીનેસ ગાયબ થઈ જશે - એક વાડકીમાં બરફનુ પાણી લઈને તેમા વિટામિન ઈ તેલના થોડા ટીપાં નાખો. તેમા રૂ પલાડીને આંખો પર મુકો. આવુ કરવાથી આંખો નીચેની પફીનેસ ગાયબ થઈ જશે.

બહાર આવુ જ ખાજો - જો તમે ચોમાસામાં બહાર લંચ કે ડિનર કરવાનો પ્લાન કર્યો હોય તો સ્ટીમ્ડ, ચિલ્ડ કે બોઈલ્ડ ડિશ જ ઓર્ડર કરો. આવુ કરવાથી તબિયત ખરાબ થવાની ચિંતા નહી રહે.

ડિપ્રેશન ભગાડો - લીલી ઈલાયચીના છાલટા કાઢીને તેના બીજ વાટી લો. એક કપ પાણી ઉકાળો તેમા ખાંડ અને વાટેલી ઈલાયચી નાખો. દિવસમાં બે વાર આ મિશ્રણ પીઓ. ડિપ્રેશન દૂર થશે.

એક્ઝિમા ઠીક થશે - જો એક્ઝિમા થઈ ગયો હોય તો એક ચમચી હળદરને લીમડાંના પાન અને પાણી સાથે વાટીને લેપ બનાવો. આ લેપને એક્ઝિમાના સ્થાન પર લગાવી દો. એક્ઝિમા દૂર થશે.

સ્કિન ટોન થશે - ટામેટાંના પલ્પને ચહેરા પર રગડીને 10 મિનિટ માટે રહેવા દો. પછી ચહેરો સાદા પાણીથી ધોઈ નાખો. આવો અઠવાડિયામાં એક વાર કરવાથી સ્કિન ટોન થશે.