શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: ગુરુવાર, 1 જૂન 2017 (00:05 IST)

શુ તમે શરમને દૂર કરીને Smart પર્સન બનવા માંગો છો ? તો અપનાવો આ 5 Tips

વધારે પડતુ શરમાવવુ કે સંકોચ કરવો અનેકવાર આપણી ઈમેજ ખરાબ કરી નાખે છે. જો આ સ્વભાવ આપણી સફળતા અને સંબંધોમાં રોડા બની જાય.. તો ખુદને બદલવાની જરૂર છે. જાણો કેવી રીતે દૂર કરશો તમારી શરમાવવાની ટેવને... 
 
શરમ કે લાજને નારી માટે આભૂષણ સમાન માનવામાં આવે છે. પણ આ આભૂષણ પરિસ્થિતિ મુજબ જ શોભા આપે છે. જો તમે જરૂર કરતા વધુ શરમશો કે સંકોચ કરશો તો તેનાથી તમારુ વ્યક્તિત્વ પ્રભાવિત થશે. તમારી સફળતાના રસ્તા મુશ્કેલીઓથી ભરાય જશે. 
 
અનેક સામાજીક અવસરો પર પણ જોવામાં આવ્યુ છે કે કેટલીક મહિલાઓ અપોઝીટ જેંડરને જોઈને શરમાય છે. વાત નથી કરી શકતી. ખુદને ખૂણામાં સમેટી લે છે. આ પ્રકારનો વ્યવ્હાર તેમને સોશિયલ નથી બનવા દેતો. તેથી જરૂરી છે કે એટલુ જ શરમાવો જેટલુ જરૂરી હોય.  જો વધુ સંકોચ તમારી અંદર છે તો ખુદને બદલો... 
 
કારણ ઓળખો - તમારી શરમના કારણને ઓળખવાની કોશિશ કરો. એ પરિસ્થિતિયોને ઓળખો જેમા તમે સંકોચમાં પડી જાવ છો. તમારી કમજોરીનું કારણ જાણવા તેને દૂર કરવામાં તમને સરળતા રહેશે. 
 
તાકતને સમજો - શરમથી બહાર નીકળવા માટે તમે તમારી ખૂબીઓને ઓળખો. આપણા બધાની અંદર ખાસ ગુણ હોય છે. એ ખૂબીયો પર ફોકસ કરો. તેનાથી તમને આત્મવિશ્વાસ વધશે અને તમે ખુદની ઉપર લાદેલા ભયથી મુક્તિ મેળવશો. 
 
 
અપોઝિટ જેંડર સાથે વાતચીત  - જ્યારે કોઈ અજનબી પુરૂષ પાર્ટીમાં તમારી પાસે આવે છે અને તમે તેને સમજી શકતા નથી તો શુ કરશો. તમારી જીભ જ નથી ખુલતી. આવામં શરમવાને બદલે હાય હેલો કહો. તમે સાધારણ સ્માઈલ સાથે તેમનો પરિચય પૂછો. અજનબીઓ સાથે વધુ ગપ્પા મારવા યોગ્ય નથી. પણ સંવાદહીનતા પણ અકડુપણાની નિશાની છે. 
 
બોડી લેંગ્વેઝને સમજો - તમને લાગે છે કે બોડી લેંગ્વેઝને સમજવુ વિશેષજ્ઞોનુ કામ છે. પણ વિશ્વાસ માનો કે આ આટલુ મુશ્કેલ કામ નથી. તમે વિચારવુ શરૂ કરી દો. તો જલ્દી જ તમને હાવ-ભાવ સમજમાં આવવા માંડશે.  પછી તમે તેના મુજબ જ સામેવાળા સાથે બિહેવ કરી શકો છો. 
 
સારી ડ્રેસિંગ સેંસ 
 
તમારો આત્મવિશ્વાસ વધારવા માટે સૌથી જરૂરી છે ડ્રેસઅપમાં પરફેક્ટ દેખાવવુ. આ માટે સારા અને આરામદાયક ડ્રેસ પહેરો. જેમા તમે ખુદને સહજ મહેસૂસ કરી શકો. સમયના મુજબ એસેસરીઝનો ઉપયોગ કરો.  વિશ્વાસ માનો કે તમે સારા લાગશો અને ખુદ વિશે સરો અનુભવ કરશો.  તો તમારે સંકોચ કે શરમમાંથી બહાર આવવુ સરળ રહેશે. 
 
 
તમારુ ફ્રેંડ સર્કલ બનાવો - આસપાસની સ્ત્રીઓ સહકર્મચારીઓનુ ફ્રેંડ સર્કલ બનાવો. તેમની સાથે ગપશપ કરો. શોપિંગ, બોલીવુડ, ફેશન, રમત, રાજનીતિ બાળકો સાથે જોડાયેલ વિવિધ વિષયો પર વાતચીત કરો. તેનાથી ન ફક્ત તમારી માહિતીનો દાયરો વધશે પણ તમારી શરમ પણ દૂર થશે.  કોઈની સાથે વાતચીત શરૂ કરવા માટે તમે એ ગૂંચવણમાં નહી પડો કે વાત શુ કરુ. 
 
 
આ રીતે તમે તમારી શરમ દૂર કરી એક કૉન્ફિડેંટ પર્સનાલિટી મેળવી શકશો.