બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: મંગળવાર, 4 એપ્રિલ 2023 (09:50 IST)

Flour storage: લોટને સ્ટોર કરતા ધ્યાન રાખવાની વાતો નહી પડશે જંતુ

Flour storing method: રોટલી દરેક ઘરમાં ચોક્કસથી બને છે અને દરેક રસોડામાં લોટ રહે છે, પરંતુ ક્યારેક એવું બને છે કે જો લોટને લાંબા સમય સુધી રાખવામાં આવે તો તેમાં નાના-નાના કીડા આવી જાય છે. ત્યારે અમે તે લોટનો ઉપયોગ કરતા પણ ખચકાઈએ છીએ, પરંતુ આજે અમે તમને એક એવી ટ્રિક જણાવીશું, જેને 
અપનાવવાથી તમારો લોટ મહિનાઓ સુધી પરફેક્ટ રહેશે.
 
લોટમાં મીઠું ઉમેરો
જ્યારે પીસ્યા પછી લોટ ઘરે આવે ત્યારે તેમાં થોડું મીઠું નાખો. જો લોટમાં મીઠું હોય તો જંતુઓ થવાની શક્યતા ઘટી જાય છે. લોટના પ્રમાણે એક કે બે ચમચી મીઠું નાખો અને કંટેનરમાં લોટ ભરો. આનાથી તમારો લોટ લાંબા સમય સુધી તાજો રહેશે.
 
લોટમાં તમાલપત્ર મૂકો
જો તમે લોટમાં મીઠું ઉમેરવા માંગતા નથી, તો તમે તેના બદલે તમાલપત્રનો ઉપયોગ કરી શકો છો. તમાલપત્રની ગંધને કારણે જંતુઓ આવતા નથી.  તમાલપત્રની ગંધ ખૂબ જ તીવ્ર હોય છે. આ કિસ્સામાં, તમે જે પાત્રમાં લોટ રાખો છો. તેમાં પાંચથી છ તમાલપત્ર નાખો.

તમે લોટને ફ્રીજમાં પણ રાખી શકો છો
જો ઘરમાં થોડો લોટ હોય તો તેને ફ્રીજમાં પણ સ્ટોર કરી શકાય છે. જો તમે લોટને લાંબા સમય સુધી તાજો રાખવા માંગતા હોવ તો ફ્રીજ એક વિકલ્પ છે. આ માટે તમારે લોટને એરટાઈટ પ્લાસ્ટિક બેગમાં મુકવો પડશે અને પછી તેને ફ્રીજમાં રાખવાનો છે. તેને ફ્રિજમાં રાખતી વખતે ધ્યાન રાખો કે ભેજ તેના સુધી ન પહોંચે નહીંતર તે બગડી શકે છે.
 
લોટ ખરીદતી વખતે એક્સપાયરી ડેટ ચેક કરો
જો તમે જથ્થાબંધ લોટ ખરીદો છો, તો સૌ પ્રથમ તેની ગુણવત્તા તપાસવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક્સપાયરી ડેટ પણ ચેક કરો. જો લોટ ઘણો જૂનો હોય તો તેને ઘરે પણ સાચવી શકાતો નથી. આવી સ્થિતિમાં, જલ્દી જંતુઓ થવાની સંભાવના છે. એક મહિના કરતાં વધુ જૂના લોટના પેકેટ ન ખરીદવા જોઈએ. જો તમે ઘઉંને સીધો પીસીને લોટનો ઉપયોગ કરો છો, તો તમે તેને લાંબા સમય સુધી તાજો રાખી શકો છો.