મંગળવાર, 14 ઑક્ટોબર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By
Last Modified: ગુરુવાર, 9 ઑક્ટોબર 2025 (12:48 IST)

Furniture Cleaning Tips: લાકડીનુ ફર્નિચર હંમેશા નવુ અને ચમકદાર દેખાડવા માંગો છો તો અપનાવો આ ક્લીનિંગ ટિપ્સ

Furniture Cleaning
Furniture Cleaning
Furniture Cleaning Tips: ઘરની સુંદરતા વધારવામાં ફર્નીચર એક મહત્વની ભૂમિકા ભજવે છે.  ઘરને ડેકોરેટ કરવા માટે લોકો અનેક પ્રકારનુ ફર્નીચર  ખરીદે છે. લાકડીનુ ફર્નીચર, પ્લાસ્ટિકનુ ફર્નીચર, ફેબ્રિક સોફા કે પછી મેટલ ફર્નીચર થી તમે તમારા ઘરને ડેકોરેટ કરી શકો છો.  લાકડીના ફર્નીચર ઘરના લુકને ખાસ બનાવે છે. લાકડાનું ફર્નિચર ઘરનો દેખાવ વધારે છે. જોકે, તેની કાળજી લેવી પણ જરૂરી છે. લાંબા સમય સુધી ટકી રહે તેવા લાકડાના ફર્નિચર માટે યોગ્ય કાળજી લેવી જરૂરી છે. રોજિંદા ઉપયોગથી આ ફર્નિચર પર ડાઘ અને ગંદકી જમા થાય છે. જો તમે ઇચ્છો છો કે તમારું ફર્નિચર નવા જેવું દેખાય, તો તમે આ સરળ ટિપ્સનો ઉપયોગ કરી શકો છો.
 
લાકડાના ફર્નિચરની સંભાળ કેવી રીતે રાખવી?
લાકડાના ફર્નિચરની નિયમિત સંભાળ રાખવાથી તે સ્વચ્છ અને તાજું દેખાશે. દર દસ દિવસે ફર્નિચરને ધૂળ દૂર કરવા માટે કાપડનો ઉપયોગ કરીને સાફ કરો. ઉપરાંત, ખૂણાઓ પણ સાફ કરો. ઘણીવાર, ડ્રોઅર્સ અને ટેબલના આંતરિક ખૂણા બાકી રહી જાય છે. તેથી, આ ભાગને સારી રીતે સાફ કરો.
 
કેવી રીતે કરશો સાફ ?
તમે લાકડીના ફર્નીચર પરથી દાગ અને જામેલો મેલ સાફ કરવા માટે તમે પાણી અને ડિટર્જેંટનુ મિશ્રણ બનાવી લો. તેમા તમે સૂતરના કપડાને નાખો અને કપડામાંથી પાણીને સારી રીતે નિતારી લો. હવે તમે આ કપડાથી ફર્નીચરને સારી રીતે લૂંછી લો. લૂછ્યા બાદ તમે તેને સાફ સુકા કપડાથી પણ લૂંછી લો.  
 
ફર્નીચરની ચમક કેવી રીતે વધારશો ?
ફર્નીચરની ચમક વધારવા માટે તમે ઘરેલુ નુસ્ખાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે નારિયળ તેલનો ઉપયોગ કરો. તમે નારિયળ તેલને ફર્નીચર પર સ્પ્રે કરો અને એક સ્વચ્છ કપડાથી તેને હળવા હાથોથી સાફ કરી લો. 
 
લાંબા સમય સુધી ફર્નીચરને નવુ કેવી રીતે રાખશો ?
 જો લાકડાના ફર્નિચરની યોગ્ય રીતે કાળજી લેવામાં ન આવે, તો તે ઝડપથી જૂનું થઈ શકે છે. દર બે વર્ષે તેને રંગ કરો અને વારંવાર પોલિશ કરો. ભેજ ઘણીવાર ફર્નિચરને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, તેને પાણીથી દૂર રાખો.